કોરોના વાયરસને લઈ અમદાવાદ મ્યુનિસિપલ એલર્ટ મળી રહ્યું છે. શહેરમાં એએમસીએ તમામ પ્રકારની તૈયારીઓ પણ કરી દીધી છે. કોરોનાનો સામનો કરવાની તૈયારી અંગે અમદાવાદ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું છે કે, વિદેશથી આવેલા આ તમામ લોકોને 14 દિવસ સુધીમાં કોરેન્ટાઈન કરવામાં આવશે અને ઘરમાં અલાયદા રહેવાનું રહેશે. જો વિદેશથી આવેલી વ્યક્તિ 14 દિવસ ઘરમાં નહિ રહે અને બહાર નીકળશે તો તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. 14 દિવસ સુધી સારવાર આપ્યા બાદ પોલીસ તેની ધરપકડ કરી જેલમાં મોકલવામાં આવશે.
એરપોર્ટ પર 24 કલાક કોર્પોરેશનની ટીમોને બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવી છે. જો કોઈ પણ વિદેશથી નાગરિક આવશે તો તેની તપાસ કરવામાં આવશે. તપાસી ઘરમાં જ રહેવા સૂચન અને તેમના ઘરમાં ફ્યુમિગેશનની કામગીરી કરવામાં આવી રહી છે અને તેઓએ વધુમાં જણાવ્યું છે કે, સામાન્ય લોકોએ માસ્ક પહેરવાની જરૂર નથી. કોરોનાને લઈ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યાં છે. જેમાં વધુ સુવિધા આપવામાં આવશે. હજુ 15 દિવસ સાવચેતી રાખવી જરૂરી છે. 150થી વધુ ઘરોમાં ફ્યુમિગેશન કરવામાં આવ્યું છે અને ડોક્ટરો માટે પણ જરૂરી સાધનો છે.