કોરોના વાયરસને પગલે ગુજરાતમાં યોજાનારી જિલ્લા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીને રદ કરી દેવામાં આવી છે. 22 માર્ચે ચૂંટણી યોજાવાની હતી જેમાં કોરોના વાયરસને કારણે સાવચેતીના પગલાના ભાગરૂપે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો હતો.
જરાતમાં કોરોના વાયરસને પગલે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને રદ કરી દેવામાં આવી છે. 19 જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠક માટે તેમજ 17 તાલુકા પંચાયતની બેઠક માટે 22 માર્ચે ચૂંટણી યોજાવાની હતી.
26 માર્ચે એપ્રિલમાં ખાલી થઇ રહેલી રાજ્યસભાની 55 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં પણ 4 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આ દિવસે જ સાંજે મતગણતરી પણ થશે. ગુજરાતમાંથી 4 બેઠકો માટે પાંચ ઉમેદવાર મેદાનમાં છે. ગુજરાતમાં ભાજપ તરફથી ત્રણ ઉમેદવાર, અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરી અમીન છે જ્યારે કોંગ્રેસ તરફથી બે ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી ચૂંટણી લડી રહ્યા છે.