ભારતમાં વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે કેન્દ્ર સરકારે દેશવાસીઓ માટે ફરી એક વખત નવી એડવાઇઝરી જાહેર કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી સ્પષ્ટતા કરી કે સરકાર કોરોના સામે લડવા પૂરી રીતે સક્ષમ છે. સાથે જ આ મામલે લોકો સાવચેતી રાખે અને જાગૃતિ કેળવે એ પણ જરૂરી છે. જે અંતર્ગત સરકારે જાહેર સ્થળોએ લોકોને એકઠા ન થવા તાકીદ કરી છે. સાથે જ 65 વર્ષથી વધુ વયના વ્યક્તિઓ તેમજ 10 વર્ષથી નીચેના બાળકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અતિ મહત્વના નિર્ણયો લેવાયા
- અંબાજી-ડાકોર-સોમનાથ-દ્વારકા અને પાવગઢના મંદિરો તા.ર૦મી માર્ચથી દર્શાનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ
આ મંદિરોમાં નિયમીત થતી સેવા-પૂજા ચાલુ રહેશે -દર્શનાર્થીઓ માટે મંદિર દર્શન સંપૂર્ણ બંધ - રાજ્ય સરકારના વિવિધ સંવર્ગોમાં ભરતી માટે તા.૩૧ માર્ચ-ર૦ર૦ સુધીમાં યોજાનારી બધી ભરતી પરિક્ષાઓ મોકૂફ તા. ૧૪ એપ્રિલ-ર૦ર૦ પછી આ પરિક્ષાઓ લેવાશે.
- ગુજકેટની તા.૩૦ માર્ચે લેવાનારી પરીક્ષા મોકૂફ, હવે તા. ૧૪ એપ્રિલ-ર૦ર૦ પછી આ પરીક્ષા લેવામાં આવશે
- મહારાષ્ટ્ર તરફ જતી રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નીગમની બસ સેવાઓ બંધ.
- અન્ય રાજ્યોમાંથી આવતી ખાનગી પેસેન્જર ટ્રાન્સપોર્ટ બસ સેવાઓના પેસેન્જરોનું રાજ્યની ચેકપોસ્ટ પર સ્ક્રિનીંગ કરવામાં આવશે
- પ્રવર્તમાન પરિસ્થિતીમાં રાજ્યના પાંચ મુખ્ય યાત્રાધામો આવતીકાલ તા. ર૦ માર્ચ-ર૦ર૦થી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
- આ યાત્રાધામોમાં અંબાજી, દ્વારકા, સોમનાથ, ડાકોર અને પાવાગઢના મંદિરોમાં માત્ર નિયમીત થતી સેવા-પૂજા ચાલુ રાખવામાં આવશે પરંતુ દર્શનાર્થીઓ માટે આ મંદિરોમાં દર્શન સંપૂર્ણ બંધ રહેશે.