સુરત માં નોંધાયેલા કોરોના પોઝિટિવ દર્દી અને કોરોના ની દહેશત ને પગલે મહારાષ્ટ્ર અને સુરત વચ્ચે દોડતી જીએસઆરટીસીની બસ સેવાબંધ કરી દેવામાં આવી છે. સુરતથી મહારાષ્ટ્રના વિવિધ શહેરો વચ્ચે દોડતી બસ સેવાને બંધ કરવાનો વિભાગે નિર્ણય આરોગ્ય વિભાગના પરિપત્ર બાદ લીધો છે. જેથી સુરતથી દરરોજ મુંબઈ જતી 40 જેટલી બસો સહિત કુલ 42 શિડ્યુલ બંધ કરાયા છે. કુલ 68 ટ્રીપ 31 માર્ચ સુધી મોકૂક રાખવાની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના 147 કેસ નોંધાયેલા છે અને 3 વ્યક્તિના મોત થયા હોવાથી ગુજરાત આરોગ્ય વિભાગે તકેદારીના પગલાં લીધા છે. ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન 2020 અંતર્ગત વિભાગે રાજ્યના પ્રાદેશિક વાહનવ્યવહારની સેવા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. આમ હવે બસ સેવા ને પણ અસર પહોંચી છે.
