ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યમાં આ વાયરસના 3 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાંથી 2 કેસની પુષ્ટિ થઇ છે, જ્યારે 1 કેસની સત્તાવાર પુષ્ટિ થઇ નથી. ગુજરાતના રાજકોટ, સુરત બાદ અમદાવાદમાં કોરોનાનો કેસ નોંધાયો છે. જો કે હજુ અમદાવાદના કેસ અંગે સત્તાવાર જાહેરાત બાકી છે.
જણાવીએ કે સેટેલાઈટ વિસ્તારમાં રહેતી આ યુવતી અમેરિકાના ન્યૂયોર્કથી એક અઠવાડિયા પહેલાં જ પરત આવી હતી. તેનો નમૂનાઓ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જ સુરત અને રાજકોટમાં પણ 1-1 કેસ પોઝિટિવ મળતાં રહીશોમાં ગભરાટ ફેલાઈ રહ્યો છે.હાલમાં રાજકોટ અને સુરતમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગની ટીમે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, “રાજકોટ અને સુરતમાં બે કેસ કોરોના વાયરસથી પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. અમારી ટીમ અમારી ટીમ ક્વોરેન્ટાઈન સહિતના જરૂરી પગલાંઓ લઈ રહી છે. ”