સુરત-રાજકોટ બાદ હવે અમદાવાદમાં કોરોનાનો પોઝેટીવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. અમદાવાદની એસવાપી હોસ્પિટલમાં દાખલ થયેલી મહિલાને કેસ પોઝેટીવ આવતા ખળભળાટ મચી ગયો છે. સેટેલાઈટ વિસ્તારમાં આમ્રપલાશ બંગ્લોમાં રહેતી આ યુવતી અમેરીકાથી પરત આવી હતી.
આરોગ્ય વિભાગના સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું ે રાજકોટના કેસના સંપર્કમાં આવેલી 17 વ્યક્તિઓને અને સુરતના વ્યક્તિના સંપર્કમાં આવેલી 9 વ્યક્તિઓને તાત્કાલિક કવારન્ટાઈલ કરાઈ છે. અત્યાર સુધી સુરતમાં 13 શંકાસ્પદ કેસો નોંધાયા છે. જેમાં 1 પોઝેટીવ અને 9 નેગેટીવ છે.