ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોનાવાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસના પગલે આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અને ધારાસભ્ય હર્ષ સંઘવીએ સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મેડિકલ કોલેજના ડિન અને સિવિલના ઓફિસરને વ્યવસ્થાઓમાં ખોટ જણાતા ખખડાવ્યાં હતાં. આ સાથે જ 72 કલાકમાં અલગથી 100 બેડની હોસ્પિટલ શરૂ કરવાના કામને શ્રીફળ વધેરીને શરૂઆત કરાવી હતી.
72 કલાકમાં 100 બેડની હોસ્પિટલ તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે આરોગ્યમંત્રી કાનાણી અને હર્ષ સંઘવીની સુચના મુજબ શ્રીફળ વધેરીને કામ શરૂ કરાયું છે. મહાનગરપાલિકા અને કલેકટરના સંકલન હેઠળ ત્રણ દિવસમાં હોસ્પિટલ ઉભી કરો પ્રજાને અપીલ કરતા કહ્યું કે, કર્ફ્યુનો અમલ કરવો જરૂરી છે. હેલ્પ લાઇન માટે અને વિદેશથી આવતા NRI જો આઈસોલેશનમાં નહીં જાય તો તેમની સામે કાયદાકીય પગલાં ભરવા હુકમ કર્યો છે.
જણાવી દઈએ કે, રાજ્યમાં કોરોનાવાયરસના કુલ 13 કેસો પોઝિટિવ મળ્યા છે. તેમાંથી 12 ગુજરાતીઓ વિદેશથી આવ્યા છે.