દેશમાં કોરોના વાયરસના ચેપને ફેલાવતો અટકાવવા માટે રાજ્ય સરકારો સાવચેતીભર્યા પગલા ઉઠાવી રહી છે. અહીં સુધી કે દેશનો મોટાભાગનો હિસ્સો લોકડાઉન સ્થિતિમાં આવી ચૂક્યો છે. એવામાં મોટી સંખ્યામાં શહેરોમાં કામધંધા માટે આવેલા લોકો પોતોના ઘરે પાછા ફરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને કેટલાક દિવસ માટે એજ શહેરમાં રહેવાની અપીલ કરી છે જ્યાં તેઓ હાલમાં સ્થિત છે.વડાપ્રધાને કહ્યું કે, કોરોનાના ડરથી ઘણા દેશવાસીઓ જ્યાં રોજીરોટી કમાતા હતા, એવા શહેરોને છોડીને પોતાના ગામ કે ઘરો તરફ જઇ રહ્યા છે. ભીડમાં યાત્રા કરવાથી અને લોકસંપર્કમાં આવવાથી કોરોનાનો ખતરો વધે છે. તેમણે અપીલ કરી હતી કે તમે જ્યાં જઇ રહ્યા છો ત્યાં પણ કોરોના ફેલાવાનો ભય વધી રહી રહ્યો છે. તમે પરિવારને ખતરામાં નાંખી રહ્યા છો.
આ દરમિયાન પીએમ મોદીએ દેશવાસીઓને પ્રાર્થના કરી હતી કે આપ જે શહેરમાં છો થોડા દિવસ માટે ત્યાં જ રહો. જેનાથી આપણે આ બીમારીને ફેલાવતા રોકી શકીશુ. જરુરી ન હોય તો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળો. કારણ કે રેલવે સ્ટેશન અને બસ ડેપો પર એકત્રિત ભીડ તેમના સ્વાસ્થ સાથે ચેડા કરી રહી છે.