કોરોના વાયરસને લઇને આવી રહેલી અફવાઓ અને દેશવાસીઓની તેમની પર ચિંતાજનક પ્રતિક્રિયાઓ પર સ્વાસ્થ મંત્રાલય ખાસ જાણકારી આપતા મહત્વના પગલા ઉઠાવવા અપીલ કરી હતી. સ્વાસ્થ મંત્રાલય મુજબ દેશમાં માસ્ક પહેરવા મુદ્દે ખૂબ જ વધારે ખોટી માહિતીઓ-અફવાઓ પ્રસરી રહી છે જેના કારણે સમસ્યામાં વધારો થઇ રહ્યો છે. મંત્રાલય મુજબ દરેક વ્યક્તિએ માસ્ક પહેરવાની જરુર નથી, પરંતુ સ્થિતિ મુજબ લોકોના સંપર્કમાં આવવુ જરુરી છે. મંત્રાલય મુજબ કન્ફર્મ કેસો સિવાય કોરોના ચેપના લક્ષણવાળા દર્દીઓના સંપર્કમા આવ્યાના 5-14 દિવસની વચ્ચે એકવાર ટેસ્ટ કરાવવાની જરુર છે.
સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે સેનેટાઇઝર્સ, માસ્કને અત્યંત જરુરી ચીજોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે, તેમના ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે અને કંપનીઓ એજ ભાવને નવા ઉત્પાદનો પર છાપશે. આ સિવાય મંત્રાલયે લોકોને પેનિક બાઇંગ-વધારાની ખરીદીથી બચવાનો આગ્રહ કર્યો હતો. મંત્રાલયે જણાવ્યુ હતું કે લોકોએ ચિંતા કરવાની જરુર નથી.