સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ વધારાના ફંડિંગ માટે એક યોજના તૈયાર કરી છે. કોવિડ-19 ઇમર્જન્સી ક્રેડિટ લાઇન (સીઈસીએલ) આગામી 30 જૂન સુધી લાગુ રહેશે અને તે કેપ્ટિટલ લિમિટેડના 10% સમતુલ્ય હશે. તેના અંતર્ગત 200 કરોડ રૂપિયા સુધીની લોન મળી શકે છે.
સીઇસીએલ હેઠળ લોનનો વ્યાજ દર 7.25 ટકા રહેશે. તેમજ લોન માટે કોઇ પ્રૉસેસિંગ ફી અથવા પ્રીપેમેન્ટ પેનલ્ટી લેવામાં આવશે નહીં. તથા આ સ્કીમ લૉન્ચ કરનાર એસબીઆઇ પહેલી બેંક છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એની દેખાદેખી અન્ય સરકારી બેંક પણ કરશે.
આ સુવિધા તમામ સ્ટાન્ડર્ડ ખાતા રાખનાર વેપારીને મળશે. જેમાં નાના વેપારીઓ માટે મોટી રાહત મળશે. પોતાની શાખાઓમાં મોકલેલા સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19ના કારણે અસ્થાઇ તરીકે કેપિટલમાં આવેલી ઉણપને પૂરી કરવા માટે સીઇસીએલ એક ડિમાન્ડ લોનના રૂપમાં હશે. તેની મર્યાદા 12 મહિનાની હશે.