કોરોનાવાયરસ સંક્રમણ ઝડપી રીતે ભારતમાં વધી રહ્યું છે. એવામાં સૌથી મોટો પ્રશ્ન તે છે કે, ઈન્ડિયન હેલ્થ સિસ્ટમ કોરોનાને પહોંચીવળવા માટે કેટલી તૈયાર છે?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી લેવામાં આંકડાઓની વાત કરીએ તો ભાતમાં 84000 લોકો પર 1 આઈસોલેટેડ બેડ અને 36000 લોકો પર 1 કોરોન્ડાઈન બેડ છે. જ્યારે આપણે ડોક્ટરોની સંખ્યા અને હોસ્પિટલોમાં બેડની વાત કરીએ તો પ્રતિ 11,600 ભારતીયો પર એક ડોક્ટર અને 1,826 ભારતીયો માટે એ બેડ છે.
ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર અનુસાર હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે, આ આંકડાઓના કારણે જ વડાપ્રધાન મોદીએ આજે જનતા કર્ફ્યૂનું આહવાન કર્યું જેના કારણે સંક્રમણના દરમાં ઘટાડો લાવી શકાય જેથી પબ્લિક હેલ્થ સિસ્ટમ પર ઓછો દબાણ પડે.