ગુજરાત માં કોરોના વાઈરસ થી સુરત માં એક ના થયેલા મોત બાદ રાજ્ય માં કોરોના ની ફેલાવો રોકવા સમગ્ર ડિપાર્ટમેન્ટ સજ્જ બન્યું છે જનતા કરફ્યુ માં જનતા ના સહકાર થી તંત્ર માં હાશકારો થયો છે અને કોરોના ને હરાવવા માટે ભીડ માં લોકો એકત્ર ન થાય તેજ મોટી દવા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે હવે 25 માર્ચ સુધી ગુજરાત લોક ડાઉન રહેશે. સોમવારથી શહેરના તમામ બજારો અને દુકાનો બુધવાર સુધી બંધ રહેશે. તંત્ર દ્વારા ચેતવણી અપાઈ છે કે, દુકાન કે ઓફિસ બંધ નહીં કરનારા સામે પોલીસ ફરિયાદ કરી સીધા જેલમાં ધકેલી દેવામાં આવશે. દુકાનો અને બજારો ખૂલે નહીં તેની તકેદારી રાખવા કે ખૂલેલી દુકાનો-બજારો બંધ કરાવવા અમદાવાદ કોર્પોરેશ દ્વારા કુલ 400 ટીમ બનાવી છે જે શહેરભરમાં ગોઠવાઈ જઈ કડકાઈથી અમલ કરાવશે એજ રીતે અન્ય મહાનગરોમાં પણ કડકાઈ થી અમલ કરાવવા માટે તંત્ર ને ઉપર થી આદેશ આપવામાં આવ્યો છે અને આજ એક ઉપાય હોવાથી લોકો સંક્રમણ થી બચે તેવું સરકાર ઇચ્છી રહી છે.
