કોરોના વાયરસ નો પંજો હવે ઇન્ડિયા તરફ ફેલાયો છે અને ખુબજ ઝડપથી આગળ વધી રહ્યા નું પ્રતીત થઈ જતા પીએમ મોદી એ જનતા ફરફ્યુ નો અમલ કરાવતા જ આંતરરાષ્ટ્રીય સ્તરે મીડિયા એ નોંધ લીધી છે મોદીજી ને અહેસાસ થઈ ચૂક્યો હતો કે
દેશ માટે આગામી ૧૫ દિવસ ખૂબજ મહત્વનાં છે અને કોરોના વાઇરસ સતત સ્ટેજ-૨ ને પાર કરી આગળ વધી રહ્યો છે જે ઝડપથી દર્દીઓ વધી રહ્યાં છે તેનો આંકડો ચોંકાવનારો છે. ભારતમાં શનિવારે છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૦૦ દર્દીઓ મળી આવતાં સરકાર ની ઊંઘ હરામ થઈ ગઈ હતી ,દેશ કોરોનાના સ્ટેજ-૩ તરફ આગળ વધી રહ્યો હોવાની વાત ચિંતા ઉત્પન્ન કરનારી બની ગઇ છે અને આખો દેશ હવે લોકડાઉન તરફ આગળ વધી રહ્યો છે. ગુજરાતનાં તમામ મોટા શહેરોમાં આંશિક લોકડાઉન કરાયું છે. જ્યારે મુંબઇ, દિલ્હી અને કેરળનાં શહેરોમાં લોકડાઉનની જાહેરાતો થઇ ગઇ છે. દેશમાં મહારાષ્ટ્ર, કેરળ દિલ્હી, યુપી અને રાજસ્થાન સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો છે. અસરગ્રસ્ત રાજ્યોના હવે ગુજરાત નું નામ મોખરે છે.
દેશમાં કોરોના થર્ડ સ્ટેજ માં પહોંચી ચૂક્યું છે તે માટે ન ચોક્કસ કારણો પણ છે કે કેટલાક એવા ચેપી દર્દી સામે આવ્યા છે જેઓ ને ચેપ લાગ્યો તે કળી શકાતું નથી હાલ માં દેશમાં કોરોના અસરગ્રસ્તોનો આંકડો આપણી સામે ઓછો છે તેનું એક કારણ એ પણ છે કે દેશમાં મોટાપાયે સેમ્પલ સ્ક્રીનિંગ ચાલુ નથી કરાયું. દક્ષિણ કોરિયામાં ૨૧મી માર્ચ સુધી ૧૦૨ વ્યક્તિઓનાં મોત નીપજ્યા છે. દક્ષિણ કોરિયાએ અત્યાર સુધી દેશમાં ઔ૨ લાખ ૭૦ હજાર લોકોના સેમ્પલ ટેસ્ટ કરી નાખ્યાં છે. એટલે કે ૧૦ લાખની વસતીમાં સરેરાશ ૫૨૦૦ વ્યક્તિઓનું કોરોનાનાની તપાસ માટે ટેસ્ટ કરાયો છે. અમેરિકા પણ આ બાબતે પાછળ છે. અમેરિકા દર ૧૦ લાખની વસતીએ માત્ર ૭૪ સેમ્પલ ટેસ્ટ કર્યાં છે. જ્યારે ભારત ની હાલત ખૂબજ ખરાબ છે. આઇસીએમઆર મુજબ ૧૮ માર્ચ સુધી ભારતમાં માત્ર ૧૨૩૫૧ સેમ્પલ ટેસ્ટ કોરોના માટે કરાયાં છે જેમાંથી ૧૪૫ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યાં છે. દેશમાં અત્યારે એવા લોકોનાં ટેસ્ટ કોરોના માટે થઇ રહ્યાં છે કે જે લોકો વિદેશથી આવી રહ્યાં છે. ત્યારબાદ એવા લોકોના પણ ટેસ્ટ થઇ રહ્યાં છે કે જે લોકો વિદેશથી આવ્યાં બાદ દેશમાં ફર્યા હોય અને આ વ્યક્તિ કોરોનો પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હોય. ત્યારબાદ આ વ્યક્તિ જે લોકોને મળ્યાં હોય તે લોકોનાં સેમ્પલ ટેસ્ટ શરૂ કરાયાં છે. રાજસ્થાન માં સામે આવેલા એક કિસ્સા માં ભીલવાડાની એક હોસ્પિટલના ત્રણ ડોક્ટરો કોરોના પોઝિટિવ હતાં. તેમણે છેલ્લાં એક અઠવાડિયામાં ૬ હજારથી વધુ દર્દીઓને તપાસ્યા હતા બાદમાં ખબર પડતાંહવે રાજસ્થાન સરકાર માટે ૬ હજાર સંભવિત કોરોનાગ્રસ્ત દર્દીઓ ક્યાં શોધવા તે માથાનો દુખાવો થઈ પડ્યો છે માનીલો કે આ ૬ હજાર દર્દીઓમાંથી ૬૦૦ દર્દીઓ પણ જો કોરોનો પોઝિટિવ થઇ ગયાં તો સ્થિતિ શુ થઈ શકે તેની કલ્પના પણ ધ્રુજાવી મૂકે તેવી છે આવુજ કઈક મહારાષ્ટ્રમાં છે. વિદેશથી આવેલાં કેટલાય લોકો કોરોના પોઝિટિવ છે તેવી ખબર પડી તે પહેલાં તેઓ અસંખ્ય વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવી ચૂક્યા હોય છે અને હવે તેઓ કોના કોના સંપર્કમાં આવ્યાં છે તેની પણ સરકારને ખબર પડતી નથી. પરિણામે આવનારો સમય ખુબજ ભયાનક સાબિત થઈ શકે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે , સરકાર ને આ વાત ની ખબર પડતાજ હાલ એલર્ટ છે અને જે લોકો સ્વસ્થ છે તેવા લોકો ને બચાવી જે ચેપગ્રસ્ત છે તેઓ ની સારવાર માટે નો અમલ કરવા લોકડાઉન લાવી યુઘ ની જેમ દેશ માં અમલ કરાવાઈ રહ્યો છે.
