મહામારીના સમયમાં મિડીયા પોતાનું કામ કોઈપણ પ્રકારના ડર વગર કરી રહ્યા છે. જેમાં મીડિયા પણ સામેલ છે. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ સોમવારે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે આ દરમિયાન મીડિયાના યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તમે લોકોએ ઘણી બહાદુરી અને દિલેરીનું કામ કર્યું છે. સાચા અર્થમાં આ જ રાષ્ટ્ર સેવા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આપણા માટે આગળ પણ હજુ મોટી જંગ છે. આ માટે સોશિયલ ડિસ્ટર્ન્સિંગનું ઘણું મહત્વનું છે. તમે જાણો છો કે કેવી રીતે વાતચીત કરવાની છે. લોકોને ઘરમાં રહેવાનો સંદેશો ઝડપથી ફેલાવો, જાપાન અને દક્ષિણ કોરિયાએ અનુસાશન અપનાવીને તેના પર થોડોક કંટ્રોલ કરી લીધો છે. આ લડાઇમાં ભય અને નિરાશાનું કોઈ સ્થાન નથી. આપણો ઉત્સાહ બુલંદ રહેવો જોઈએ.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, આપણે મેડિકલ અને સ્વાસ્થ્ય સેવાઓમાં લાગેલા લોકોનો ઉત્સાહ વધારવો પડશે. તે કોઈપણ સ્વાર્થ વગર પોતાનું જીવન ખતરામાં મુકીને લોકો માટે કામ કરી રહ્યા છે. દુનિયામાં ટોચની અર્થવ્યવસ્થાવાળા દેશ પણ આ સ્થિતિને સંભાળી શક્યા નથી. આ ખતરાને ફક્ત સંશાધનો દ્વારા જીતી શકાય છે. આને સોશિયલ ડિસ્ટર્ન્સિંગ દ્વારા જ માત આપી શકાય છે.
દેશમાં અત્યાર સુધી કુલ 433 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. સાથે દેશમાં 9 લોકોના મોત થયા છે. પીએમ મોદીની અપીલ પર 22 માર્ચે દેશભરમાં જનતા કર્ફ્યું રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન લોકોએ ઘરની અંદર રહીને આ જંગમાં એકબીજાને સાથ આપ્યો હતો.