ગુજરાતમાં કોરોના વાયરસના કહેરના પગલે ગુજરાત વિધાનસભા અચોક્કસ મુદત માટે મોકૂફ કરવામાં આવી છે. વિધાનસભા ગૃહની કાર્યવાહી અચોક્કસ મુદ્ત સુધી સ્થગિત કરવાની દરખાસ્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૃહમાં રજૂ કરી કરી હતી
મુખ્યમંત્રીના પ્રસ્તાવને સંસદીય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટેકો આપ્યો હતો અને સર્વાનુમતે આ પ્રસ્તાવ ગૃહમાં પસાર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસ વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા 16 માર્ચના રોજ પત્ર લખીને વિધાનસભા સત્ર મોકૂફ રાખવાની માંગણી કરવામાં આવી હતી પરંતુ ત્યારે ગુજરાત સરકારે સ્પષ્ટ ના પાડી દીધી હતી પરંતુ હવે સરકાર કોરોના કેસ વધતા વિધાનસભા સત્રને મોકૂફ રાખી રહી છે.