ગાંધીનગરમાં કોરોના પોઝિટિવ વ્યકતિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે છે.. ચાર કોરોના પોઝિટિવ કેસ સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. કોરોના બીમારી અંગે માહિતી છુપાવવા બદલ ગાંધીનગર કલેકટરે ચાર કોરોનાગ્રસ્ત વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. યુપીમાં પણ માહિતી છૂપાવીને નિયમોના ભંગ બદલ સિંગર કનિકા કપૂર સામે ફરિયાદ નોંધાઈ હતી. આ જ પ્રકારે ગાંધીનગર કલેક્ટરે કાર્યવાહી કરી છે. પોઝિટીવ કેસો બહાર ન આવ્યા ત્યાં સુધી ગાંધીનગરનું વહીવટીતંત્ર ઉંઘતું ઝડપાયું છે. જેને પગલે તંત્રએ વિદેશમાં પ્રવાસ કર્યો હોવા છતાં ક્વોરંટાઈનમાં ન જઈ માહિતી છૂપાવવા બદલ કાર્યવાહી કરી છે.
