કોરાનોવાયરસને પહોંચીવળવા નિર્ણાયક જંગની જાહેરાત કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવાર રાતના 12 વાગ્યાથી આખા દેશમાં 21 દિવસો સુધી લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. તે સાથે જ પીએમ મોદીએ કોરોનાવાયરસ સામે લડવા અને દેશના સ્વાસ્થ્ય સુવિધાને સુધારવા માટે 15 હજાર કરોડ રૂપિયાનો ફંડ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે.
દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસથી સંક્રમિત કુલ 519 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 10 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 39 લોકો સ્વાસ્થ્ય થઇને ઘર પરત ફરી ચૂક્યા છે.પીએમ મોદીએ આ દરમિયાન રાજ્ય સરકારોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “કોરોના વૈશ્વિક મહામારીની પરિસ્થિતિમાં સરકારે ઝડપી કામ કરી રહી છે. રોજિંદા જીવનમાં અસુવિધા ના હોય તેની કોશિશ કરવામાં આવી રહી છે. જરૂરી ચીજ-વસ્તુઓની અછત ના થાય, તે માટે ઉપાય કરવામાં આવી રહ્યાં છે. આગળ પણ ઉપાય કરવામાં આવશે. સરકારે પીએમ ગરીોનો પણ ઉલ્લેખ કર્યો હતો.”
પીએમ મોદીએ ગરીબોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “ગરીબો માટે સંકટનો આ સમય મુશ્કેલી લઇને આવી છે. અમે તેમની મદદ કરી રહ્યાં છે. કોરોના માટે સ્વાસ્થ્ય સેવાઓ યોગ્ય કરવા માટે 15000 કરોડનો ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.”
વડાપ્રધાન મોદીએ પાછલા એક અઠવાડિયામાં બીજી વખત દેશને સંબોધિત કર્યું, જેમાં તેમને આ જાહેરાત કરી. તે સાથે જ પીએમ મોદીએ બધા રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે, હેલ્થકેર બધાની પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ.
દેશમાં પ્રથમ ટેસ્ટ કીટ તૈયાર
આ વચ્ચે પુણેની એક કંપની માયલૈબને કોરોનાવાયરસની ટેસ્ટ કિટ બનાવવામાં સફળતા મળી છે. આને ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR)એ કોરોનાવાયરસ ટેસ્ટ માટે ભારતમાં બનાવેલી પ્રથમ ટેસ્ટ કીટને મંજૂરી આપી દીધી છે.
કંપનીનું કહેવું છે કે, એક સપ્તાહમાં તે 1 લાખ કીટ તૈયાર કરશે. સાથે જ કંપનીએ દાવો કર્યો છે કે, એક કિટથી 100 દર્દીઓની તપાસ કરી શકાશે. માયલેબ પેથોડિટેક્ટ કોવિડ-19 ક્વાલિટેટિવ પીસીઆર કીટને વ્યવસાયિક રીતે મંજૂરી આપી દેવામાં આવી છે. આ કિટને ઈન્ડિયન એફડીએ/કેન્દ્રીય ઔષધિ માપદંડ નિયંત્રણ સંગઠને (CDSCO) મંજૂરી આપી છે.