PM મોદીની જાહેોરાત બાદ હવે 14 એપ્રિલ સુધી લોકડાઉન રહેશે. ત્યારે જીપીએસસી દ્વારા પણ પ્રિલિમ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના વાયરસના પોઝિટિવ કિસ્સાઓ વધી રહ્યા છે. આજે કોરોના વાયરસના 35 પોઝિટિવ કિસ્સા નોંધાઈ ચૂક્યા છે. ત્યારે વધતાં જતાં કોરોનો પોઝિટિવ કિસ્સાઓને જોતાં આગામી સમયમાં લેવાનારા જીપીએસસીની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 29-3-2020 અને 12-4-2020 ના રોજ લેવાનારી પ્રીલીમ પરીક્ષા મોકુફ રખાઈ છે.