સમગ્ર દેશ સહિત દુનિયા માં હાલ કોરોના નું ટેંશન છે તે વાત નો ફાયદો ઉઠાવી તેમાં પણ કમાઈ લેવાની ગુનાહિત માનસિકતા ધરાવતા સાયબર માફિયા સક્રિય થયા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે હાલ દુનિયા ના 100થી વધુ દેશમાં લૉકડાઉનના કારણે લોકો ઘરમાં કેદ છે અને તેઓ સતત ઈન્ટરનેટ પર કોરોનાની માહિતી સર્ચ કરી રહ્યા છે. આ સાથે અનેક લોકો ઘરેથી જ કામ કરી રહ્યા છે, જેથી નેટ પર વધુ સક્રિય રહે છે. આ વાતનો ફાયદો ઉઠાવવા માટે દુનિયાભરમાં હજારો સાઈબર માફિયા સક્રિય થઈ ગયા છે. ઈન્ટરનેટ પર સક્રિય આ ઠગોએ કોવિડ-19 અને કોરોના નામથી અનેક વેબ ડોમેઈન નોંધાવી દીધા છે. આ માધ્યમથી તેઓ લોકોની ગુપ્ત માહિતી ચોરી રહ્યા છે. આ પ્રકારની શંકાસ્પદ વેબસાઈટોની સંખ્યા છેલ્લા 20 જ દિવસમાં 2,300 જેટલી થઈ ગઈ હોવાના ચોંકાવનારા અહેવાલ છે.
કોરોના વાઈરસ સર્ચ ટ્રેન્ડ 1 જાન્યુઆરીથી 10 માર્ચ વચ્ચે 100 ગણો વધી ગયો
કોવિડ વિશે શંકાસ્પદ વેબ ડોમેઈન ખૂલી રહ્યાની જાણકારી ઈઝરાયલની સાઈબર એજન્સી ચેક પોઈન્ટે માર્ચ મહિનામાં જ આપી હતી. પરંતુ ત્યાર પછી ત્રણ અઠવાડિયામાં કોવિડ ના બહાના હેઠળ છેતરપિંડીની ભરમાર જોતા સોમવારે ભારતના આઈટી મંત્રાલય હેઠળ કાર્યરત કમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ સર્ટ-ઈને એલર્ટ જારી કર્યું હતું. સર્ટના એલર્ટ પ્રમાણે, કોરોના વિશે વધુને વધુ માહિતી મેળવવાની લોકોની લાલચને પગલે ફિશિંગ એટેક કરવા સરળ થઈ ગયા છે. આ જ કારણસર ત્રણ અઠવાડિયામાં કોરોના નામના ડોમેઈનની નોંધણી દસ ગણી વધી ગઈ છે. આ પ્રકારની વેબસાઈટની સંખ્યા પણ 2,300એ પહોંચી ગઈ છે, જેમાંથી 100 ફેક હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે. આ બધી વેબસાઈટ બદદાનતથી બનાવાઈ છે. એ સિવાયની વેબ શંકાના ઘેરામાં છે. આ સ્થિતિનું કારણ એ છે કે, કોરોના વાઈરસ સર્ચ ટ્રેન્ડ 1 જાન્યુઆરીથી 10 માર્ચ વચ્ચે 100 ગણો વધી ગયો હતો. ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમના કહેવા પ્રમાણે, કોવિડ-10ના નામે સાઈબર હેકિંગ કરીને લોકોની ખાનગી માહિતી ચોરવામાં આવી રહી છે.જેનાથી મોટાભાગ ના લોકો અજાણ છે અને આ વાત નો ચોર લોકો ફાયદો ઉઠાવી રહ્યા છે અત્યારસુંધી અનેક લોકો ના ખાનગી ડેટા ની ચોરી થઈ ચૂકી છે ત્યારે લોકો ને મીડિયા થકી અથવા સરકાર ના ઓથોન્ટિક વેબ પરથી માહિતી લેવા જાગૃત કરાઈ રહ્યા છે.
