ગાંધીનગર- ગુજરાતના શહેરોમાં એકલા રહેલા વડીલો માટે રાજ્યમાં વિવિધ દાતાઓ બહાર આવ્યા છે. આ વડીલો કે જેમની પાસે ભોજનની સુવિધા નથી. જે લોકો એકલા રહે છે પરંતુ ભોજન બનાવી શકતા નથી. આવા વડીલોને રાજ્યના આઠ શહેરોમાં લોકો વિનામૂલ્યે ભોજન આપશે.
અમદાવાદ સહિતની આઠ શહેરોમાં એવા વડીલોની તપાસ કરવામાં આવી છે તેમ છતાં કોઇ બાકી રહી ગયું હોય તો તેઓ ફોન કરીને ભોજન મંગાવી શકે તેવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ વડીલો અત્યાર સુધી હોટલોમાંથી ટિફીન મંગાવીને પોતાની ભૂખ સંતોષતા હતા પરંતુ અત્યારે હોટલો બંધ થઇ જતાં તેમને ભોજનની તકલીફ પડી રહી છે.
પ્રતિદિન ટિફીન મંગાવી ભોજન કરતા હોય તેવા નિ:સહાય વૃદ્ધ વડિલો અને નિરાધાર વ્યક્તિઓને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં ઘરે બેઠા વિનામૂલ્યે ભોજન સેવા આ મહાનગરોના શહેરી સત્તાતંત્ર જે તે નગરોની સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી પૂરી પાડવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓ તેમજ દાતાઓ વચ્ચે સંકલન કરીને આ વ્યવસ્થા શરૂ કરાવી છે. આ સંસ્થાઓ નિરાધાર લોકોને ઘેરબેઠાં વિનામૂલ્યે ભોજન પુરૂં પાડશે.
અમદાવાદમાં પ્રશાંત પંડયાનો હેલ્પ લાઇન નંબર- 155303 છે. સુરતમાં આરસી પટેલનો નંબર 9724345560 છે. વડોદરામાં ક્રિશ્નાબેન સોલંકીનો નંબર 2459502 છે. તેમનો મોબાઇલ નંબર 9624785427 છે. રાજકોટમાં ચેતન ગણાત્રાનો નંબર 2476874 છે. તેમનો મોબાઇલ નંબર 9909992767 છે.
જ્યારે જામનગરમાં એકે વસ્તાનીનો નંબર 9426415765 છે. ભાવનગરમાં ડીએમ ગોહિલનો નંબર 9879638426 છે. ગાંધીનગરમાં અમિત સિંઘાઇનો નંબર 9909954709 છે, જ્યારે જૂનાગઢમાં હિતેશ વામજાનો નંબર 9898146865 છે. વૃદ્ધ અને નિ:સહાય વડિલોને જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ ઘરે બેઠા મળી રહે તે માટે પણ રાજ્યના મુખ્યમંત્રીએ વિભાગોના અધિકારીઓને સંકલન કરવા સૂચના આપી છે..