વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના લોકો સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ સાંજે 5 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા વારાણસીના લોકોને સંબોધિત કર્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે વારાણસીમાં કોરોના વાયરસનો એક દર્દી સામે આવ્યા બાદ પીએમ મોદી ચિંતિત છે. કોરોના સામે લડવા માટે તે વારાણસીના લોકોને સંદેશ આપ્યો હતો.
મારે આ સમયે વારાણસીમાં હોવુ જોઇતુ હતુ પરંતુ દિલ્હીમાં જે સ્થિતિ છે તેનાથી હું અસમર્થ છું. મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણ નેતૃત્વ કરી રહ્યા હતા પરંતુ આજે 130 કરોડ લોકોને કોરોના વિરૂદ્ધ જંગ લડવી પડશે. સંકટની આ ઘડીમાં કાશી સૌની માટે ઉદાહરણ રજૂ કરી શકે છે. કાશીનો અર્થ છે શિવ, શિવ એટલે કલ્યાણ. શિવની નગરી પાસે જો તમામને માર્ગદર્શન આપવાની રીત
9013151515 પર વોટ્સઅપ કરી આ સેવા સાથે જોડાઇ શકો છો. વોટ્સઅપ પર નમસ્તે લખશો તો સામે જવાબ આવવાનો શરૂ થઇ જશે.આપણે એવુ પણ ધ્યાન આપવુ જોઇએ કે કોરોનાથી એક લાખ લોકો સ્વસ્થ્ય થયા છે. ભારતમાં પણ ડઝન લોકો સ્વસ્થ્ય થયા છે. કોરોના જેવી બીમારીથી બચવાનો સોશિયલ ડિસ્ટસિંગ જ એકમાત્ર ઉપાય છે.
કોરોના વૈશ્વિક મહામારીને જોતા દેશ ભરમાં વ્યાપક તૈયારી કરવામાં આવી રહી છે પરંતુ અમારા બધા માટે મારી માટે પણ તમારા માટે પણ, આ ધ્યાન રાખવુ છે કે સોશિયલ ડિસ્ટસિંગ ઘરમાં બંધ રહેવુ આ સમયે એક માત્ર ઉપાય છે, સારો ઉપાય છે. મને અહેસાસ છે કે તમારા ઘણા પ્રશ્નો હશે કોઇ ચિંતા પણ હશે અને મારી માટે કેટલાક સૂચન પણ હશે.