દેશના માથે આવી પડેલી આ સંકટની ઘડીમાં હાલ મેડિકલ સ્ટાફ સખત મહેનત કરી રહ્યો છે, આ પરિસ્થિતિ વચ્ચે કેટલાક ડૉક્ટરો અને સારવાર કરી રહેલા મેડિકલ સ્ટાફ સાથે ગેરવર્તન થઈ રહ્યા હોવાના અહેવાલો મીડિયામાં સામે આવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આકરા પગલા લેવાની ચેતવણી પણ આપી છે
મોદીએ આ અંગે જણાવ્યું હતું કે, મહાભારત યુદ્ધ ૧૮ દિવસમાં જીતી લેવાયું હતું, જ્યારે કોરોના સામેનું આ યુદ્ધ આપણે 21 દિવસમાં જીતવાનું છે. મોદીએ કહ્યું હતું કે, વિશ્વમાં કોરોના સામેની લડાઈ લડીને એક લાખથી વધુ લોકો સાજા થઈ ગયા હતા જ્યારે ભારતમાં અનેક ડઝન લોકો પણ સાજા થઈ ચુક્યા છે
મોદીએ સાથે એમ પણ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર વોટ્સએપની પણ મદદ લઈ રહી છે, અને વોટ્સએપની સાથે વાટાઘાટો ચાલી રહી છે, જે મુજબ આ મેસેજિંગ એપ દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવે તે દિશામાં પ્રયાસો કરી રહી છે. લોકો ૯૦૧૩૧૫૧૫૧૫ નંબરની મદદથી વોટ્સએપ સાથે જોડાઈને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.
મોદીએ ચેતવણી આપતા કહ્યું હતું કે, જે પણ લોકો ડૉક્ટરોની સાથે આ સમયે ગેરવર્તણુંક કરશે, તો તેઓએ ભોગવવું પડશે. ડોક્ટરો, પોલીસ અને અનેક લોકો બહુ જ મહેનતથી કામ કરી રહ્યા છે. મેડિકલ સ્ટાફ સાથે થયેલી ગેવર્તણુંક અંગે સાભળ્યું તો મને બહુ જ દુઃખ થયું છે.