કોરોનાની મહામારીને અંતર્ગત કોરોના વાયરસને પહોંચી વળવા માટે સાઉદી અરબની અધ્યક્ષતામાં થઈ રહેલી G-20 દેશોની વર્ચુઅલ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દુનિયાની અર્થવ્યવસ્થાને થઈ રહેલા નુકસાનમાં મદદ માટે 5 ટ્રિલિયન ડૉલર લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દુનિયાનાં 19 દેશો અને યૂરોપીય સંઘનાં લીડર્સની આ બેઠક વિડીયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી જેવામાં ભારતથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો.
અત્યાર સુધી દુનિયામાં કોરોના વાયરસનાં કારણે 22 હજારથી વધારે લોકોનાં મોત થયા છે. આ વર્ચુઅલ બેઠક દરમિયાન લીડર્સે કહ્યું કે, વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓ કોરોના વાયરસની મહામારીથી બહાર આવવા માટે દરેક સંભવ પ્રયત્ન કરશે. તેમણે કહ્યું કે, સ્વાસ્થ્ય, સમાજ અને અર્થવ્યવસ્થા પર થનારી આની અસરને પહોંચી વળવું પ્રાથમિકતા છે. અર્થવ્યવસ્થાની સુરક્ષા કરવા માટે 5 ટ્રિલિયન ડૉલર્સ ગ્લોબલ ઇકોનોમીમાં લગાવવાનો નિર્ણય કર્યો છે.