સાયબર કક્રાઈમ કરનારાઓ હવે કોરોના વાયરસના ડર દ્વારા દુનિયાભરમાં લોકોને શિકાર બનાવી રહ્યાં છે. તો ક્યારેક COVID-19ના નામે ખોટી વેબસાઈટ બનાવીને લોકોને શિકાર બનાવી રહ્યાં છે તેઓ ક્યારેક WHOના અધિકારી બનીને છેતરી રહ્યાં છે, . બ્રિટિશ સિક્યોરિટી સોફ્ટવેર અને હાર્ડવેર કંપની Sophosના રિપોર્ટ અનુસાર, સાયબર ક્રિમિનલ્સ ધમકીવાળો એક ઈ-મેલ મોકલીને એવો દાવો કરી રહ્યાં છે કે જો યુઝર પૈસા નહીં આપે તો યુઝરના ફેમિલી મેમ્બરના કોઈ સભ્યને કોરોના વાયરસગ્રસ્ત કરી દેશે. અત્યાર સુધી દુનિયાભરમાં સેક્સટોનર્સ દ્વારા ઈ-મેલ કરવામાં આવતાંં હતા કે યુઝર તેને પૈસા નહીં આપે તો આપત્તિજનક ફોટો છે જે, પરિવારજનો અને દુનિયાભરમાં મોકલી આપશે.
હવે નવા ટ્રેન્ડમાં છેતરામણી કરનારાઓએ કોરોના વાયરસને પોતાનું શસ્ત્ર બનાવી લીધું છે. સાયબર ક્રિમિનલ્સ ઈ-મેલ મોકલીને 4000 ડૉલર બિટકોઈનના રૂપમાં માંગી રહ્યાં છે, નહીં તો યુઝરના સિક્રેટને બહાર પાડવા અને પરિવારના બધા સભ્યોને કોરોના વાયરસગ્રસ્ત કરવાની ધમકી આપી રહ્યાં છે. ઈ-મેલ યુઝરને તેનો પાસવર્ડ પણ જણાવવામાં આવે છે. છેતરપિંડી કરનાર એવો દાવો કરે છે કે, યુઝરના બધા પાસવર્ડ તેને ખબર છે અને તે યુઝર પર લાંબા સમયથી નજર રાખી રહ્યો છે. જો તમારી પાસે પણ આવો ઈ-મેલ આવે છે તો જરાયે ડરવાની જરૂર નથી.