દેશ અને સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે ભારતમાં પણ આ સંખ્યા વધીને ૭૦૦ નો આંકડો પાર કરી ગઈ છે. આ મહામારી સામે લડવા માટે બોલિવુડ હસ્તીઓ સહિત નેતાઓ દાન કરી રહ્યા છે ત્યારે શિરડી સાંઈબાબા ટ્રસ્ટે કોરોના વાયરસ સામે લડવા માટે ૫૧ કરોડ રૂપિયાનું દાન કર્યું છે.
કોરોના સામે લડવા માટે ધારાસભ્યો સહિત નેતાઓ પ્રધાનમંત્રી ફંડમાં દાન કરી રહ્યા છે ત્યારે શિરડી સાંઈબાબા ટ્રસ્ટ દ્રારા પણ દાન કરવામાં આવ્યું છે. જો કે ભારતમાં કોરોના વાયરસનો આંકડો ૭૦૦ ને પાર કરી ગયો છે ત્યારે તમામ ભારતવાસીઓ તેની સામે લડવા કટીબધ્ધ થઈ ગયા છે.