કોરોના વાયરસ વુહાન ની લેબ માંથી લીકેજ થયેલ ભેદી બૉમ્બ હોવાની શંકા ધીરેધીરે દ્રઢ બની રહી છે અને આ વાત દબાવી દેવા માટે ચાઇના એ સૌથી પહેલા કોરોના વાયરસ ડિકલેર કરનાર ડોકટર ને જ પતાવી દીધા હતા ત્યારબાદ કેટલાક પત્રકારો ને ઉપર પહોંચાડી દીધા હોવાની શંકાઓ ઉઠી રહી છે. ચાઇના કોઈપણ પુરાવો છોડવા માંગતું નથી , ચાઇના ના વુહાન લેબ માંથી કોરોના વાયરસ લીકેજ થયા બાદ આ બાયોજિકોલ વેપન્સ કોના માટે તૈયાર કરાતું હતું તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. અહીં કેટલીક વાતો બહાર આવી છે જેમાં ચાઇનાના એડિટર અને પબ્લિશર્સના ગ્રૂપ દ્વારા એક લેટેસ્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ‘ટેન મોસ્ટ અર્જન્ટ કેસીસ ઓફ જર્નલિસ્ટ્સ અંડર અટેક’માં ચેનનું નામ સામેલ છે
ચીનમાં ૩૧ ડિસેમ્બરે જ્યારે કોરોનાનો સૌ પ્રથમ કિસ્સો બહાર આવ્યા બાદ ચીનના કેટલાક પત્રકારો રીતસર ના ગાયબ થઈ ચૂક્યા છે,તેનું રહસ્ય હજુસુધી ઉકેલાયું નથી.
ચીનના સિટિઝન જર્નલિસ્ટ ચેન ક્વિશીએ ૩૦ જાન્યુઆરીના દિવસે વુહાનમાં કોરોના વાઇરસ અંગે રિપોર્ટિંગ કરી તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો અને કહ્યું હતું કે આઈ એમ સ્કેર્ડ (હું ભયભીત છું). મારી સામે કોરોના વાઇરસ છે અને પાછળ ચાઇના સરકારનો લીગલ અને એડમિનિસ્ટ્રૅટિવ પાવર પડ્યો છે!આ બાબત ઘણુંબધું સૂચવી જાય છે. ત્યારબાદ ચેન ક્વિશીએ ૧૯ જાન્યુઆરીના દિવસે વુહાન જવા માટે છેલ્લી હાઈ સ્પીડ ટ્રેન પકડી હતી અને ત્યાં કોરોનાના દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલનું શૂટિંગ કરવામાં બે સપ્તાહ ગાળ્યા હતા. તેણે ત્યાંથી અપલોડ કરેલા વીડિયોમાં કહ્યું હતું કે વુહાનની હોસ્પિટલ્સ માં લાશો ના ઢગલા અને હજજરો દર્દીઓને મેનેજ કરવા માટે તંત્ર મથી રહ્યું છે, ચેનનો આ વીડિયો ૩૦ જાન્યુઆરીના દિવસે એપિયર થયો પછી એક સપ્તાહ બાદ ચેન ક્વિશી ડીસએપિયર થઈ ગયો એટલે કે ગાયબ થઈ ગયો! ત્યારબાદ તે દેખાયો નથી.
ચાઇનાના એડિટર અને પબ્લિશર્સના ગ્રૂપ દ્વારા એક લેટેસ્ટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ‘ટેન મોસ્ટ અર્જન્ટ કેસીસ ઓફ જર્નલિસ્ટ્સ અંડર અટેક’માં ચેનનું નામ મુકાયું છે.
ચેન ક્વિશી ચાઈનામાં ખૂબ જ પ્રખ્યાત છે. ચેને ટ્વિટર માટે હુઆનથી એક વીડિયો મોકલ્યો હતો જોકે, ચાઈનામાં ટ્વિટર સહિતના બીજા વૈશ્વિક સોશિયલ મીડિયા નેટવર્ક પર પ્રતિબંધ છે .એ વીડિયોમાં વુહાનની હોસ્પિટલમાં લાશોના ઢગલા હોય એવું દર્શાવ્યું હતું. એ પછી ૭ ફેબ્રુઆરીના દિવસે ચેન ક્વિશીને ઉંચકી લેવાયો હતો અને તેને પરાણે અપહરણ કરીને ત્યાંના તંત્ર એ તેને ક્વોરેન્ટાઈનમાં મોકલી દેવાયો હતો. એ પછી થોડા દિવસો બાદ ચેન ગાયબ થઈ ગયો અને હવે તેનો કોઈ જ પત્તો નથી! રોઈટર્સે ચેનના મિત્રો અને પરિવાર સાથે વાત કરી હતી ત્યારે આ વાત બહાર આવી હતી. આમ ચીન ની વાસ્તવિકતા બહાર લાવનાર શરૂઆત ના જ તબક્કા માં તેઓ ને સારવાર ના બહાના હેઠળ ઉંચકી લેવાતા હતા અને ત્યારબાદ તેઓ ને ગાયબ કરી દેવાતા હતા.
અન્ય એક પોપ્યુલર સિટિઝન જર્નલિસ્ટ ફૅન્ગ બિન પણ ચાઇનીઝ સરકાર ની બર્બરતા નો ભોગ બન્યો હતો, ફૅન્ગ બિને પણ કોરોનાના કારણે મુત્યુ પામેલા લોકોના લાશોના ઢગલાઓ અને વિચલિત કરી નાખે એવા અન્ય વીડિયોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા એ પછી ચાઈનીઝ પોલીસ તેની પાછળ પડી ગઈ હતી. ફૅન્ગ બિને એ વીડિયો પોસ્ટ કર્યા એ પછી ચાઈનાની સરકારે પોતાની પ્રોપેગેન્ડા મશીનરી ધમધમાવી દીધી હતી અને રાષ્ટ્રભક્તિ દર્શાવતાં વીડિયો વેઇબો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર વહેતા કરી દીધા હતા.
ફૅન્ગ બિને કોરોનને કારણે મૃત્યુ પામેલ નાગરિકો ની લાશો ના ઢગલાઓ દર્શાવતો પ્રથમ વીડિયો પોસ્ટ કર્યો એ પછી પોલીસે તેને ઇન્ટરોગેટ કર્યો હતો અને ચેતવણી આપી હતી. પરતું ફૅન્ગ બિને હિંમતપૂર્વક વીડિયોઝ પોસ્ટ કરવાનું ચાલુ રાખ્યું હતું. ચાઇનીઝ પોલીસે ફૅન્ગની ધરપકડ કરી એ પહેલા તેણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો વીડિયોઝને ખૂબ જ પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. તેણે તેના ફોલોઅર્સને કહ્યું હતું કે હું દરરોજ એક વીડિયો પોસ્ટ કરશે જેથી તમને ખબર પડે કે પોતે સલામત છું. એ પછી તેના વીડિયોઝ બંધ થઈ ગયા હતા. હવે કોઈને ખબર નથી કે ફૅન્ગ બિનનું શું થયું છે, તે જીવે છે કે જેલમાં છે!
આવી તો ઘણી બધી ખોફનાક માહિતી હજી બહાર આવશે. ચાઈનાએ ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’, ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ અને ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ સહિતના અમેરિકન પત્રકારોને ચાઈનામાં રિપોર્ટિંગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને પછી બચાવ કરતા કહ્યું હતું કે તેઓ જૂઠાણાં ફેલાવી રહ્યા છે!
ચીન પ્રત્યે કેટલાક ભારતીય લેફ્ટિસ્ટ ઈન્ટલેકચ્યુઅલ્સ ને પ્રેમ ઉભરાઈ રહ્યો છે જેઓ એ વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કરવો જોઈએ , ચાઇના શામાટે આ વાયરસ તૈયાર કરતું હતું અને આ વાત જાહેર કરનાર ડોકટર અને પત્રકારો ને શામાટે ગાયબ કરી દેવાયા તે વાત પણ વિચાર માંગી લે તેવી છે.
