દમણ નો પૂર્વ કાઉન્સિલર સલીમ મેમણ ઉર્ફે ઢીંગલો ઉર્ફે બહારવટિયો ના નામ થી જાણીતો સલીમ તેના શો રમ માં હતો ત્યારે 2જી માર્ચ ના રોજ કોઈ અજાણ્યા ઈસમો એ તેના ઉપર અંધાધૂંધ ફાયરિંગ કરી પતાવી દીધો હતો ત્યારબાદ શરૂ થયેલી તપાસ માં આ મર્ડર કેસ માં ઉપેન્દ્ર રાય અને જાવેદ ઉલ્લાખાન નામના બે ઈસમો ને ઝડપી લેવાયા છે
દમણ એસપી વિક્રમજીત સિંહ ના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ ની ટીમે સીસીટીવી ફૂટેજ અને ઇન્વેસ્ટિગેશન કરી બે શંકાસ્પદ ને ઝડપી લીધા છે અને કોન્ટ્રાક્ટ કિલર થી સલીમ ઉપર ફાયરિંગ કરાયા ની દિશા માં તપાસ કરી તેઓને ઝડપી લેવાશે તેમ જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ
વાપીના ચલા વિસ્તારમાં રહેતા બિલ્ડર ઉપેન્દ્ર રામજીભાઈ રાયએ પુત્રીના લગ્નના કાર્યક્રમ સંદર્ભે વર્ષ ૨૦૧૮માં દમણ પાલિકાના ભાજપી સલીમ અનવર બારવટીયા (મેમણ) પાસેથી માસિક ૧૦ ટકા વ્યાજે રૂ.૨.૩૦ કરોડ ઉછીના લીધા હતા. વ્યાજની રકમ વધી ગયા બાદ સલીમ મેમણ અને અન્ય શખ્સોએ નાણાં ભરપાઈ કરવા બિલ્ડર પર ભારે દબાણ કરવાનું શરૂ કર્યુુ હતું. છેલ્લા લાંબા સમયથી સલીમ મેમણ સહિત સાગરિતો બિલ્ડરના ઘરે પહોંચી નાણાંની માંગણી કરતા હતા. બાદમાં હથિયારની અણીએ ધમકી આપી ઉપેન્દ્ર રાય અને પરિવારની મિલકતો, ૧.૫ કિ.ગ્રા.સોના, હીરા અને ચાંદીના દાગીના મળી અંદાજીત રૂ.૩૩ કરોડની માલ-મિલકત બળજબરીથી પડાવી લીધી હતી. સલીમ બારવટીયાએ માસિક ૧૦ ટકા વ્યાજ નક્કી કરવા છતાં દૈનિક ૧૦ ટકા મુજબ નાણાં ભરપાઈ કરવા દબાણ કર્યુુ હતું. ત્યાર બાદ વધુ નાણાં પડાવવા દબાણ કરવાનું ચાલુ રાખતા
આખરે કંટાળીને બિલ્ડર ઉપેન્દ્ર રાયે જેતે સમયે વાપી ટાઉન પોલીસમાં સલીમ બારવટીયા, એડવોકેટ સહિત ૧૬ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે કેસ માં સલીમ ની ધરપકડ પણ થઈ હતી
વાપીટાઉન પોલીસ મથકના ગુનામાં પકડાયેલા દમણ પાલિકાના સભ્ય સલીમ મેમણ સામે મહારાષ્ટ્રના તલાસરી પોલીસ મથકમાં પણ અગાઉ બે ગુના નોંધાયા હતા. માર્ચ ૨૦૧૯માં તલાસરીની કાજલી સહકારી કૃષિ સંસ્થાની ૧૦૦ એકર જમીન બોગસ દસ્તાવેજના આધારે પચાવી પાડવા બદલ તલાસરી પોલીસ મથકમાં સલીમ સહિત ૮ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. સાથે એપ્રિલ ૨૦૧૯માં માસિક ૧૦ ટકા વ્યાજે આપેલા પૈસાના બદલામાં દૈનિક ૧૦ ટકા વ્યાજ ગણી રૂ.૫૦ લાખની સામે રૂ.૨૨ કરોડની વસુલાત માટે ધાકધમકી અને અપહરણ કરવા બદલ પણ ફરિયાદ નોંધાઈ હતી.આમ સલીમ નો ભૂતકાળ વિવાદી હતો અને ઉંચા વ્યાજે પૈસા વસૂલવા જેવા ગેરકાયદે પ્રવૃતિઓ કરતો હતો પરિણામે ઉપેન્દ્રરાય ને હેરાન કરવાનું બાકી નહિ રાખતા થયેલા કેસ અને બહાર આવ્યા બાદ થયેલા મર્ડર મામલે પોલીસે તે દિશા માં તપાસ કરી આ કેસ માં ઉપેન્દ્રરાય અને જાવેદ ની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
