ગાંધીનગર– એકબાજુ કોરોના વાયરસની દહેશત ફેલાયેલી છે. દર્દીઓ સાથે અન્ય લોકો પણ પરેશાન છે ત્યારે ડોક્ટરો દર્દીઓને સાજા કરવા મથી રહ્યાં છે. વિદેશોમાં થઇ રહેલા મૃત્યુથી લોકો ડરી રહ્યાં છે તેવામાં નોઇડા સ્થિત રાજકીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (જિમ્સ)નો અનુભવ કંઇક અલગ જ છે. કોરોનાના દર્દીઓને 10 દિવસમાં ઠીક કરી દીધા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
કોઇ દવા નથી. વેન્ટીલેટર પણ નથી. આ દર્દીઓને કોઇ મેડીકલ ઇમરજન્સીની જરૂરિયાત પણ પડી નથી. આ દર્દીઓને ગરમ પાણી, સ્પેશ્યલ ડાયટ અને મોટિવેશન દ્વારા સાજા કરવામાં આવ્યા છે. એક દર્દીને ગયા બુધવારે અને બે દર્દીઓને ગુરૂવારે રજા આપવામાં આવી છે.
ઇલાજ કરનારી 20 ડોક્ટરોની ટીમ છે. આ ટીમે પ્રત્યેક દર્દી પર 24 કલાક નજર રાખી હતી. શરીરનું તાપમાન માપવાથી લઇને તેમની પ્રત્યેક ગતિવિધિનો રેકોર્ડ રાખ્યો છે. જિમ્સના ડાયરેક્ટર બ્રિગેડિયર ડો. રાકેશ ગુપ્તાએ કહ્યું હતું કે કોરોના સંક્રમિત પ્રત્યેક દર્દીને અમારી ટીમે પરિવારનો હિસ્સાની જેમ રાખ્યા છે. તેમનો ઇલાજ સ્ટાર્ડર્ડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.
આ દર્દીઓને હેલ્ધી ડાયટ આપવામાં આવે છે. મોટિવેટ પર કરવામાં આવે છે. તેમણે કહ્યું કે આ દર્દીઓને ખાનપાનના સમયનું પાલન કરીએ છીએ. ડોક્ટરોની હાજરીમાં તેમને ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે જેનાથી બ્લડપ્રેશર કાબૂમાં રહે છે અને ગળાનું દર્દ ઓછું થાય છે. દર્દીને તાવ પણ આવતો નથી. દાળનું પાણી અને સૂપ જેવી ચીજો નાસ્તામાં અપાય છે.
ચોખા, ઠંડુ પાણી અને દહી જેવી ચીજવસ્તુઓ મેનુંમાં રાખવામાં આવી નથી. ફળોમાં પપૈયુ અને સફરજન આપવામાં આવે છે. લીલા શાકભાજી પણ અપાય છે. સવારે સાત થી આઠ કલાકની વચ્ચે નાસ્તો આપવામાં આવે છે. બપોરે બાર વાગ્યે લંચ અને સાંજે સાત થી આઠમાં ડીનર અપાય છે. તમામ દર્દીઓને ભરપૂર નિંદર લેવાનું કહેવામાં આવે છે. સવારે ઉઠીને તેમને યોગ અને હળવી કસરતો કરાવવાં આવે છે.
કોરોનાના દર્દીને મોટીવેટ કરવા માટે એક વિડીયો બનાવવામાં આવ્યો છે જે દર્દીઓને સમયાંતરે બતાવવામાં આવે છે. તેમને જો કોઇ બીજી બિમારી હોય તો તેનો ઉપયોગ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. આ સંસ્થાના ડાયરેક્ટર કહે છે કે જમ્યા પછી થોડું ગરમ પાણી પીવું આવશ્યક છે.