કોરોના વાયરસ સામેના લોકડાઉનનો ચોથો દિવસ છે. આ દરમ્યાન તમામ દેશવાસીઓએ પોતાને જાતે જ ઘરોમાં કેદ કરી લીધા છે. પરંતુ કેટલાંક લોકડાઉનને ફેલ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવી કે તેના પરિણામે શનિવાર સાંજે હજારોની સંખ્યામાં લોકો દિલ્હીના આનંદ વિહાર બસ સ્ટેન્ડ પર ઉમટી પડયા.
કહેવાય છે કે કોઇએ સોશિયલ મીડિયા દ્વારા એ અફવા ફેલાવી હતી કે સરકાર દ્વારા લોકડાઉનમાં 24 કલાકની રાહત આપવામાં આવી છે જેથી કરીને લોકો ગમે ત્યાં આવી જઇ શકે. આ કોરી અફવાએ સોશિયલ મીડિયા પર જોર પકડયું અને જોત જોતામાં હજારોની સંખ્યામાં લોકો બિસ્ત્રા પોટલા લઇ આનંદ વિહાર બસ સ્ટેન્ડ પહોંચ ગયા. દેશની રાજધાનીમાં લોકડાઉનની ધજ્જીયા ઉડી ગઇ.
લોકડાઉન દરમ્યાન લોકોના જમાવડાની માહિતી મળવા પર પોલીસ સ્થળ પર પહોંચી જ્યાં હજારોની સંખ્યામાં લોકોની ભીડને જોતા પોલીસ પણ અચંબામાં પડી ગઇ. પોલીસે લોકોને સમજાવાની કોશિષ કરી પરંતુ લોકોએ પોલીસની કોઇ વત પણ ના માની.