સ્પેનના રાજા ફિલિપ-IV ની કજિન બહેન અને બોરબોન-પાર્માની પિન્સેજ મારિયા ટેરેસાનું શનિવારે કોરોના વાયરસ સંક્રમણના કારણે મોત થઈ ગયું. 86 વર્ષિય મારિયા ગુરૂવારે જ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતુ અને પાછલા ત્રણ દિવસોથી વેન્ટિલેટર પર હતા. દુનિયાના કોઈપણ શાહી પરિવારમાં કોરોના વાયરસથી પ્રથમ મોત છે.
મારિયાના ભાઈ અને પ્રિન્સ સિક્સ્તો એનરિક ધ બોરબોને એક ફેસબુક પોસ્ટ દ્વારા પોતાના બહેનના મોતની જાણકારી આપી છે. મારિયાનું અંતિમ સંસ્કાર આવનાર શુક્રવારે મેડ્રિડમાં કરવામાં આવશે. ફેસબુક પોસ્ટ અનુસાર મારિયાનું મોત પેરિસમાં થઇ છે.
સ્પેનમાં કોરોના વાયરસની મહામારીથી પાછલા 24 કલાકમાં 844 લોકોના મોત થયા પછી આ સંક્રમણથી મરનારા લોકોની સંખ્યા વધીને શનિવારે 5,982 થઇ ગઇ છે. સ્પેને સરકારે સત્તાવાર રીતે જણાવ્યું છે કે, દેશમાં કોરોના થર્ડ સ્ટેજ પાર કરી ચૂક્યું છે અને ઝડપી કેસોમાં ઘટાડો આવશે. સરકારે જણાવ્યું કે, વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 73 હજારથી વધારે થઇ ગઈ છે. આખી દુનિયામાં ઈટાલી પછી સ્પેનમાં કોરોના વાયરસથી સૌથી વધારે મોત થયા છે.