ચીનનાં વુહાન બાદ ઈટલીની પરિસ્થિતી ભયાનક થઈ ગઈ છે. તેના વિશે વિચાર પણ કરી શકાતો નથી. ત્યારે હવે દેશો કોરોનાની મહામારીમાં સૌથી ભયાનક અને ત્રાસદ પરિસ્થિતીનો સામનો કરવા માટે મજબૂર થઈ ચૂક્યો છે. આ સ્પેન દેશ છે. સ્પેનમાં હાલત બહુજ ખરાબ છે. અહીં સતત કોરોના સંક્રમણનાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
અહીંયાનાં મેડ્રિડ શહેરની હાલત તો એવી થઈ ગઈ છેકે, 100માંથી 80 લોકો કોરોના સંક્રમણની ચપેટમાં છે. સ્પેનમાં કોરોનાને કારણે 2300થી વધારે લોકોનાં મોત થયા છે. એક દિવસ પહેલાં એટલેકે સોમવારે અહીં 462 લોકોનાં મોત થયા હતા. અહીં 35 હજારથી વધારે કોરોના વાયરસનાં મામલાઓ કન્ફર્મ થયા છે. સ્પેનમાં મોતનો આંકડો દરરોજ સતત વધતો જઈ રહ્યો છે. સ્પેનનાં શહેર કોરોના લોકડાઉનને કારણે વીરાન અને ભૂતિયા થઈ ગયા છે. 14 માર્ચથી જ આખા સ્પેનને લોકડાઉન કરી દેવામાં આવ્યુ છે
સ્પેન અને તેના શહેર મેડ્રિડની ખરાબ પરિસ્થિતીનો અંદાજ એના પરથી લગાવી શકાય છેકે, અહીંનાં તમામ ઘરો અને કેર હોમ્સમાં લાવારિસલ લાશો પડી છે. પરંતુ તેને ઉઠાવવા માટે કોઈ નથી. મેડ્રિડ સ્પેનની રાજધાની છે. મૃત પામેલાં લોકોનાં પરિવારનાં લોકો પણ કોરોનાનાં ડરને કારણે લાશ લેવા માટે આવી રહ્યા નથી. લાશો સડી રહી છે અને તેને કારણે મહામારી વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે સ્પેનની સરકારે સેનાને આદેશ આપ્યો છેકે, તેઓ એવાં ઘરોને શોધે અને ત્યાંથી લાશોને બહાર કાઢે. સ્પેનનાં રક્ષામંત્રી મુજબ સેનાની તપાસમાં ઘણા બિમાપ વૃદ્ધો જીવીત હતા. પરંતુ તેમને પથારીમાં જ લાવારિસ છોડી દેવામાં આવ્યા હતા. જેને કારણે તેમનું મોત થયુ હતુ.
કોરોના વાયરસની મહામારી ચીનનાં વુહાનથી નવેમ્બર 2019માં શરૂ થઈ હતી. ચીનમાં પરિસ્થિતી હાલમાં નિયંત્રણમાં છે. પરંતુ ઈટલીમાં ચીન કરતાં પણ વધારે મોત થયા છે. અહીં અત્યાર સુધીમાં 6000 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈરાનમાં પણ પરિસ્થિતી બદ્દતર છે. તેના સિવાય અમેરિકા, જર્મની અને યુકેમાં પણ કોરુના વાયરસનાં સંક્રમણનાં મામલા વધી રહ્યા છે. દુનિયાનાં સૌથી વધારે દેશો હાલનાં સમયમાં કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહ્યા છે, તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.