દુનિયાભરમાં કોરોના વાઈરસ નું નામ ફેમસ થઈ ગયું છે અને કોરોના વાયરસ ના નામ માત્ર થી લોકો ભાગી રહ્યા છે ત્યારે ભારત ના યુપી માં પણ કોરોના નામનું ગામ આવેલું છે અને આ નામ ને લઈ આજુબાજુ ના ગામો ના લોકો એ આ ગામ થી અંતર બનાવી લીધું છે એટલુંજ નહિ પણ આ ગામ નો માણસ સમો મળે તો પણ બીજા ગામ ના લોકો ભાગવા મંડ્યા છે , ઉત્તર પ્રદેશ માં સંક્રમણની સીતાપુર જિલ્લામાં આવેલા કોરોના ગામ ના સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યારે પણ તેઓ કોઈની સાથે વાત કરે કે જણાવે અમે કોરોના ગામથી આવ્યા છીએ તેવી જાણકારી આપી છીએ ત્યારે લોકો અમારી સાથે ભેદભાવભર્યુ વર્તન કરવા લાગે છે. તેઓ અમારાથી અંતર બનાવી લે છે. જોકે, આ ગામમાં કોરોના વાઈરસથી એક પણ વ્યક્તિ સંક્રમિત નથી.
હકીકતમાં કોરોના ગામ 88 હજાર ઋષિઓની તપોભૂમિ એવા નૈમિષારણ્યની 84 કોસી પરિક્રમા માર્ગ પર આવે છે. સીતાપુર જિલ્લાના મિશ્રિત તાલુકાના આ ગામની વસ્તી આશરે 8 હજાર છે. બ્રાહ્મણ અને યાદવોની બહુમતી ધરાવતા આ ગામના લોકો મોટાભાગે ખેતી પર નિર્ભર છે. આ ગામ ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે ખૂબ જ સમૃદ્ધ છે. હોળીના પંદર દિવસ અગાઉ નૈમિષારણ્યથી શરૂ થતી 84 કોસીય પરિક્રમાનો પ્રથમ પડાવ જ કોરોના ગામ છે. અહીં દ્વારકાધિશનું પ્રાચીન મંદિર છે, જેમા પરિક્રમાના સમયે લાખો શ્રદ્ધાળુ દર્શન-પૂજન કરે છે.ત્યારે યોગાનુયોગ આ ગામ નું નામ કોરોના હોવાથી અન્ય ગામ ના લોકો માં ચેપ ની દહેશત ઉભી થતા આ ગામ માં આવવા નું ટાળી રહ્યા છે હાલ આ ગામ સુમસાન ભાસે છે અને લોકો માનસિક રીતે ગભરાયેલા જોવા મળી રહયા છે.
