કેન્દ્ર સરકારે લોકડાઉનના આદેશોનો ભંગ કરનારા વસાહતી કામદારોને ૧૪ દિવસ માટે ક્વોરન્ટાઈન સેન્ટરમાં ખસેડવાની પણ ચેતવણી આપી છે. બીજીબાજુ દેશમાં Coronaનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં Corona ના ૧૦૬ નવા કેસ નોંધાતા કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 1100 ઉપર થઈ ગઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક 30 થયો છે.
દેશમાં Corona વાઈરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન અટકાવવા માટે કેન્દ્ર સરકારે બધા જ રાજ્યોને વસાહતી કામદારોનું સ્થળાંતર અટકાવવા અને તેમને જીવન જરૂરી સુવિધાઓ પૂરી પાડવા પણ જણાવ્યું છે. દેશમાં ૨૧ દિવસના લોકડાઉનનો રવિવારે પાંચમો દિવસ પૂરો થયો હતો ત્યારે છેલ્લા કેટલાક દિવસથી વિવિધ રાજ્યોના મોટા શહેરોમાં બેરોજગાર બની ગયેલાં હજારો વસાહતી કામદારો ચાલતા જ તેમના વતન જવા માટે રવાના થઈ ગયા હતા.