હનવે દુષ્કર્મના કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામ બાપૂને પણ કોરોના વાયરસને ડર સતાવી રહ્યો છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તો આસારામને જેલમાંથી મુક્ત કરવાની અપીલ પણ કરી છે.
સુબ્રમણ્યમ સ્વામીએ આસારામની ઉંમર અને બિમારીનો હવાલો આપતા તેમને જેલમાંથી છોડી મુકવાની માંગણી કરી છે. આ અગાઉ આસારામના સમર્થકો પણ સોશિયલ મીડિયા પર તેમને મુક્ત કરવાની અપીલ કરી રહ્યાં હતાં. જોધપુરની સેંટ્રલ જેલમાં કેદ 1375 કેદીઓમાં આસારામ બાપૂ પણ શામેલ છે. કોરોનાના બહાને પોતાને જેલમાંથી છોડી મુકવાની માંગણીને લઈ આસારામ ભૂખ હડતાળ બેસી ગયા હોવાની વાત પણ સામે આવી હતી. આસારામને કોરોના વાયરસના કારણે કેદીઓ વચ્ચે ભારે ડર સતાવી રહ્યા હોવાના અહેવાલ છે.
ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આજે એક ટ્વિટ કરીને કહ્યું હતું કે – જો દોષિત કરાર કેદીઓને છોડવામાં આવે છે તો પછી 85 વર્ષિય બિમાર આસારામ બાપુને છોડવા જોઈએ. સુપ્રીમ કોર્ટે ગત દિવસોમાં કોરોના વાયરસ વચ્ચે જેલોમાં કરવામાં આવેલી વ્યવસ્થા પર સવાલ ઉભા કર્યા હતાં. સુપ્રીમે જેલમાં ક્ષમતા કરતા વધારે કેદીઓ હોવાના કારણે રાજ્ય સરકારોને કેટલાક કેદીઓને મુક્ત કરવાની સલાહ આપી હતી. પેરોલ પર તે કેદીઓને છોડવામાં આવે છે જેમનું વર્તન જેલમાં યોગ્ય હોય. સુપ્રીમ કોર્ટની સલાહનો અમલ કરતા ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોએ કેદીઓને છોડવાની કવાયત હાથ ધરી હતી. જેથી સુબ્રમણ્યમ સ્વામીએ આશારામ બાપૂને પણ જેલમાંથી મુક્ત કરવાની માંગણી કરી હતી.