કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના લોકડાઉનથી ફાયદો થઈ રહ્યો હોવાનો દાવો કર્યો છે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે સોમવારે કહ્યું, “સંક્રમણને રોકવા માટે દેશમાં કરેલા લોકડાઉના કારણે પોઝિટિવ રિઝલ્ટ મળી રહ્યાં છે. વિકસિત દેશોમાં જે ઝડપે કોરોનાથી દર્દીઓના આંકડાઓ વધ્યા છે, તેવું આપણે ત્યાં નથી. 100માંથી 1000 કેસ સુધી જવામાં આપણે દેશમાં 12 દિવસ લાગ્યા. જ્યારે વિકસિત દેશોમાં આટલા જ દિવસોમાં 3500, 5000, 8000 કેસ સામે આવ્યા છે.”
દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત કરતાં અગ્રવાલે કહ્યું કે, કોરોના વાયરસ સંક્રમણ રોકવા માટે સમાજના દરેક વ્યક્તિનો સહયોગ રહેવું જોઈએ. જો એક પણ વ્યક્તિ છૂટે છે અથવા સહયોગ આપતો નથી તો જીરો પર આવી જઇશું. દિશા નિર્દેશ પર સૌ ટકા અમલ થાય. જો 99 ટકા પણ થશે તો બધું બેકાર થઇ જશે. સંયુક્ત સચિવે જાણકારી આપતા જણાવ્યું કે, 38,422 ટેસ્ટ અત્યાર સુધી થયા છે. આ સમયે 115 આઈસીએમઆર લેબ અને 47 પ્રાઈવેટ લેબ ટેસ્ટ કરી રહી છે.