દુનિયાભરમાં હાલ કોરોના ના કારણે વેન્ટિલેટર ખૂટી પડવાની વાતો વચ્ચે કાર કંપનીઓ ને વેન્ટિલેટર બનાવવા ઓર્ડર કરી દીધા છે અને ન્યૂયોર્ક માં તો એક વેન્ટિલેટર પર ચાર લોકોને રાખવામાં આવી રહ્યા છે. ઈટાલી અને બ્રિટેનના ડોક્ટરો ગંભીર દર્દીઓ અને વૃદ્ધોને વેન્ટિલેટરથી હટાવી રહ્યાં છે, જેથી યુવાનો ની જિંદગી બચાવી શકાય ત્યારે આ બધા વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યા છે કે વિખ્યાત કાર કંપની મર્સિડીઝની ફોર્મ્યુલા-1ના એન્જિનિયરોની ટીમે લંડન યુનિવર્સિટીની સાથે મળીને 4 દિવસમાં બ્રીધિંગમશીન બનાવ્યું છે. તેની મદદથી કોરોનાવાઈરસના દર્દીઓને ઈન્ટેન્સિવ કેર યુનિટટ (ICU)માં દાખલ કરવાની જરૂર નહીં રહે.
આ ડિવાઇસનું નામ કન્ટિન્યૂઅસ પોઝિટિવ એરવે પ્રેશર (CPAP) આપવામાં આવ્યું છે. ઉત્તર લંડનની હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ માટે આવા 100 ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોના અંદાજે, આ સપ્તાહના અંત સુધી લંડન યુનિવર્સિટીની હોસ્પિટલમાં આ ડિવાઈસનું ક્લિનિકલ ટ્રાયલ પૂરુ થઈ જશે. મર્સિડીઝની ટીમના કહેવા પ્રમાણે, આવા 300 ડિવાઈસ એક દિવસમાં બનાવી શકે છે. જો ફોર્મ્યુલા-1ની ટીમ અન્ય ટીમો સાથે મળીને એક દિવસમાં 1000 ડિવાઈસ બનાવી શકાશે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ એન્ડ એન્જીનિયરિંગ ઇન મેડિસિનના સ્ટીફેન ઓકોનેરેના જણાવ્યા પ્રમાણે, આ ડિવાઈસની મદદથી શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી. તેના ઉપયોગથી દર્દીઓ બેભાન કરવાની જરૂર નથી પડતી અને તેઓ હોસ્પિટલમાંથી જલ્દી સાજા થઈને ઘરે જઈ શકે છે ઉપરાંત દર્દીઓને બેભાન નહીં કરવા પડે, માસ્કથી જ ઓક્સિજન પહોંચી શકશે.
આ ડિવાઇસ દર્દીઓમાં માસ્ક દ્વારા તેમના ફેફસાં સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરશે. આ એવા દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક રહેશે કે જે ખૂબ જ નબળાં છે અને તેમને ઈન્ટેસિવ વેન્ટીલેશન આપી શકતા નથી. ઈન્ટેસિવ વેન્ટિલેશનમાં દર્દીઓના નાકમાં ટ્યૂબ નાખીને તેમના ફેફસાંમાં ઓક્સિજન પહોંચાડવામાં આવે છે. જેથી દર્દી શ્વાસ લઈ શકે. તેના ઉપયોગથી દર્દીઓને બેભાન કરવાની જરૂર નથી પડતી. આ ટેકનોલોજીનો ઉપયોગ પહેલાથી જ ઈટાલીમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જ્યાં વેન્ટિલેટરની અછત છે. આમ હવે યુરોપિયન દેશો માં આ મશીન આવી જતા મોટાપાયે સર્જાયેલી વેન્ટીલેટર ની કમી દૂર થઈ શકશે અને અસંખ્ય લોકો ના જીવ બચી શકશે.
