કોરોનાવાઈરસે હાહાકાર મચાવ્યો છે અને તેના જીવાણુઓ લાંબા સમય સુધી જુદીજુદી વસ્તુઓ ઉપર જીવિત રહેતા હોવાની વાત ની પૃષ્ટિ થઈ છે અને તે નિર્જીવ વસ્તુ પર પણ જીવિત રહી શકે છે. તેમાં કાર્ડબોર્ડ, સ્ટીલના વાસણો અને પ્લાસ્ટિક સાથે અતિ ઉપયોગમાં લેવાતા સ્માર્ટફોન પણ સામેલ છે. સ્માર્ટફોન એવી વસ્તુ છે જેને કોઈ પણ ઉંમરના લોક સતત હાથમાં લઈ જોતા રહેતા હોય છે. મોબાઈલ વાપરતા વ્યક્તિઓ માટે ચોંકાવનારા સમાચાર એવા છે કે WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના રિસર્ચ મુજબ, સ્માર્ટફોન પર 4 દિવસ સુધી આ વાઈરસ જીવિત રહી શકે છે.
અમેરિકાની નેશનલ હેલ્થ ઈનસ્ટિટ્યૂટના એક રિસર્ચ અનુસાર, કોરોનાવાઈરસ (SARS-CoV-2) સ્ટીલ અને પ્લાસ્ટિકની સરફેસ પર 3 દિવસ સુધી જીવિત રહી શકે છે. તેની મર્યાદા વર્ષ 2003માં ફાટી નીકળેલા SARS (SARS-CoV) વાઈરસ જેટલી જ છે. આ રિસર્ચ અનુસાર કોરોનાવાઈરસ કાર્ડબોર્ડ પર 24 કલાક અને તાંબા પર 4 કલાક સુધી જીવિત રહી શકે છે.
WHOના રિસર્ચ અનુસાર SARS વાઈરસ ગ્લાસ સરફેસ પર 4 દિવસ સુધી જીવિત રહી શકે છે. કોરોનાવાઈરસ પણ SARS વાઈરસનો એક સમૂહ હોવાથી અનુમાન લગાવી શકાય કે નવો કોરોનાવાઈરસ પણ 4 દિવસ સુધી જીવિત રહી શકે છે. વારંવાર સ્માર્ટફોનને સાફ કરી વાઈરસના ચેપથી બચી શકાય છે.આ માટે મોબાઇલ ફોન ના વપરાશકર્તાઓ આ બાબતો ધ્યાન માં રાખે તે જરૂરી છે. અન્યથા કોરોના નો ચેપ લાગવાની શકયતા રહેલી છે.
