ભારત માં હવે કોરોના ની અસરો ગંભીરરૂપ પકડી રહી છે અને લોકલ સ્ટેજ તરફ ઝડપ થી આગળ વધતા સરકાર માં ચિંતા પ્રસરી છે હાલ દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ દેશના 29 રાજ્યમાં ફેલાઈ ચુક્યુ છે. ઝારખંડ અને આસામમાં મંગળવારે કોરોના વાઈરસના પ્રથમ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે, ઝારખંડ રાજ્યના આરોગ્ય સચિવ નિતિન મદન કુલકર્ણીએ જણાવ્યું હતું કે મલેશિયાથી આવેલ એક નાગરિકનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેને રાંચી હિંદપીડી વિસ્તારના ખેલ ગામમાં તૈયાર કરવામાં આવેલા આઈસોલેશ સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આસામના આરોગ્ય પ્રધાન હેમંત બિસ્વ સરમાએ 52 વર્ષના એક દર્દીની સ્થિતિ સ્થિર હોવાનું કબુલ્યું છે.
દેશમાં મંગળવારે કોરોના સંક્રમિતોના 96 કેસ સામે આવ્યા છે. તેમાંથી સૌથી વધારે 19 કેસ મધ્ય પ્રદેશ અને આંધ્રપ્રદેશમાંથી 17, રાજસ્થાનમાં 14, મહારાષ્ટ્રમાં 10, તામિલનાડુ-કર્ણાટકમાં 7-7, જમ્મુ-કાશ્મીરમાં 6, ઉત્તર પ્રદેશમાં 5, ગુજરાતમાં 3, બંગાળમાં 5 અને બિહારમાં 1 પોઝિટિવ કેસ મળ્યો છે. ઝારખંડ અને આસામમાં પણ સૌ પ્રથમ દર્દી નોંધાયા છે. આ સાથે દેશભરમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,442 સુધી પહોંચીગઈ છે. આ આંકડા covid-19india.orgવેબસાઈટ મુજબના છે. સરકારી આંકડામાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,251 દર્શાવવામાં આવેલ છે. આ પૈકી 101 દર્દી ઠીક થઈ ગયા છે.
સંક્રમણના કારણે અત્યાર સુધી 45 લોકોના મોત થયા છે. મંગળવાર સવારે એક મહિલા અને એક વૃદ્ધનું મોત થયું છે. કેરળના તિરુવનંતપુરમમાં કોરોના પોઝિટિવ 68 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું.
કોરોના વાઈરસના વધતા પ્રકોપ સામે સરકાર દરેક શક્ય પ્રયાસ વચ્ચે રેલવે ટ્રેનના 20 હજાર ડબ્બાઓને આઈસોલેશન કોચમાં તબદિલ કરાયા છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આનાથી 3 લાખ 20 હજાર બેડ ઉપલ્બ્ધ થશે. પાંચ રેલવે ઝોન પહેલા પ્રોટોટાઈપ બનાવી ચુક્યા છે. તો બીજી બાજુ દેશમાં મંગળવારે કોરોના સંક્રમણના 93 કેસ સામે આવ્યા હતા.
આમ હવે સંક્રમણ કોમ્યુનિટી નહિ પણ લોકલ થતા સરકારે જણાવ્યું છે કે જો જનતા હજુપણ લોકડાઉન અને સોસિયલ ડિસ્ટઇનિંગ નહિ જાળવે તો દેશ માં કોરોના ને લઈ સ્થિતિ બગડી શકે છે અને કાબુ બહાર જઈ શકે છે જેનાથી અત્યારસુંધી કરાયેલા પ્રયાસો પાણીમાં જશે.
