ગુજરાત માં સૌથી વધુ કોરોના ના કેસ અમદાવાદ માં નોંધાતા તંત્ર માં દોડધામ મચી છે. રાજ્યમાં આજે વધુ 8 કોરોના પોઝિટિવ કેસ અહીં નોંધાયા હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ પત્રકારો ને કોરોના વાઈરસ અંગે ની હાલ ની સ્થિતિની માહિતી આપી હતી જેમાં
અમદાવાદમાં આજના 8 કેસમાં 4 આંતર રાજ્યના,3 લોકલ ટ્રાન્સમિશનના અને એક વિદેશી દર્દી છે. એક જ દિવસમાં 8 પોઝિટિવ કેસો હોવાનું જણાવ્યું હતું. સાથેજ રાજ્યમાં 82 પર કોરોના પોઝિટિવ કેસ નો આંકડો પહોંચી ગયો છે
–અમદાવાદ:31
–વડોદરા: 9
–રાજકોટ: 10
–ગાંધીનગર:11
–સુરત:10
–કચ્છ: 1
–ભાવનગર :5+ 2 મોત
–મહેસાણા -1
–ગીરસોમનાથ -2
–પોરબંદર -1
બીજી તરફ ગુજરાત માંથી દિલ્હીમાં તબલીક જમાતના પ્રોગ્રામમાં ગયેલાઓ ની રાજ્યભર માં તપાસ ચાલુ છે ત્યારે અમદાવાદના 29 લોકો ગયા હોવાની સામે આવેલી વાત બાદ તમામ લોકોની પોલીસે ઓળખ કરી લીધી છે અને તેમને હોમ ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે. મોડી રાતે દરિયાપુર વિસ્તારમાં દરિયાપુર પોલીસ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, ગુજરાત એટીએસ અને SOGની ટીમે તપાસ હાથ ધરી હતી. આમ કોરોના થી અમદાવાદ વધુ પ્રભાવિત બની રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.