કોરોના વાયરસ વિશ્વ સામે એક મોટી આફત બનીને આવ્યો છેેેેેે. આ દરમિયાન માહિતી મળી છે કે, ગત સપ્ટેમ્બર મહિનામાં ચીનમાં પ્રથમ કોરોના સંક્રમિત દર્દી સામે આવ્યો હતો. હવે સમગ્ર વિશ્વના દેશો જાણવા માગે છે કે, કોરોના વાયરસનો જનક કોણ છે. હવે આ વાતને લઈને ચીન અને અમેરિકા એક બીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે.
અમેરિકા ચીન અને WHO પર કોરોના સાથે જોડાયેલી જાણકારી છુપાવવાનો આરોપ લગાવી રહ્યાં છે. ભારતના નિષ્ણાંતોનું પણ માનવું છે કે, જાણકારી જાણી જોઈને છુપાડવામાં આવી હતી. તો બીજી તરફ ચીને પણ અમેરિકાના આરોપ પર સ્પષ્ટતા કરતાં જવાબ આપ્યુ છે.
કોરોનાને લઈને ચીન પર વધી રહેલા આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે સ્પષ્ટા કરી છે. ભારત સ્થિત ચીન દૂતાવાસના પ્રવકતા જી. રોગે ઈન્ટરનેશનલ કોમ્યુનિટી દ્વારા લગાડવામાં આવતા આરોપોનું ખંડન કર્યુ છે. ચીને પણ કહ્યુ છે કે, તેમને ત્યાં 1551 કોરોના સંક્રમિતના એવા કેસ રહ્યાં જેમાં કોરોનાના લક્ષણ જોવા નથી મળ્યાં.યુરોપના લગભગ તમામ દેશ, અમેરિકા, ઈઝરાયલ સહિતના દેશો કોરોના વાયરસનો જનક કોણ છે તે જાણવા ઘણાં જ ઉત્સુક છે.
મોટા ભાગના દેશોને ચીન પર શંકા વધુ છે. તો એવી શક્યતા પણ વિશ્વના લોકોને છે કે કોરોના એક જૈવિક હથિયાર છે જેને વિકસિત કરવામાં આવ્યું હતું અને ટેસ્ટિંગ દરમિયાન થયેલી કોઈ ત્રુટીના કારણે તેને વિકસિત કરનારા પ્રયોગશાળાના વૈજ્ઞાનિક તેનાથી સંક્રમિત થઈ ગયા છે.
અમેરિકા સહિત વિશ્નના અનેક દેશ આ પ્રકારની સ્થિતિને કોરોનાના કેસ છુપાડવાનું માની રહ્યા છે. કારણ કે, કોરોના શાંતિપૂર્ણ લોકોમાં ફેલાઈ રહ્યુ છે, તેના લક્ષણ કોરોનાના ઝપટમાં આવ્યા પછી ખબર પડે છે. ચીને એવું પણ માન્યું છે કે કોરોનાથી સંક્રમિત 205 તે લોકો છે કે જેઓ બીજા દેશના નાગરિક છે.
જણાવી દઈએ કે, વિશ્વભરમાં કોરોનાના કારણે 40 હજારથી વધારે મોત થઈ ચુક્યા છે. એકલા ઈટાલીમાં જ 12 હજારથી વધુ મોતો થયા છે. જ્યારે અમેરિકામાં ચાર હજારથી વધુ લોકોના મોત નિપજ્યા છે અને 1 લાખ 80 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત છે.