દિલ્હીમાં વધુ એક સરકારી ડોક્ટર કોરોના વાયરસથી પોઝેટીવ છે એવી માહિતી મળી છે. . આ ડોક્ટર દિલ્હી સરકારની હોસ્પિટલમાં કાર્યરત છે. ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલને બંધ કરી દેવામાં આવી. તે ઉપરાંત તેને સેનેટાઈઝ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી. જણાવી દઈએ કે, દિલ્હીમાં પાછલા ચોવીસ કલાકમાં કોરોના વાયરસના 23 નવા કેસ સામે આવ્યા પછી મંગળવારે સંક્રમિતોની સંખ્યા વધીને 120 થઇ ગઈ.
આ 120 કેસોમાં 24 તે વ્યક્તિ છે, જેમને નિઝામુદ્દીન પશ્ચિમમાં એક ધાર્મિક સભામાં ભાગ લીધો હતો. દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર ઓછામાં ઓછા પાંચ લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, બે વ્યક્તિઓના મોત થઈ ચૂક્યા છે.