તબલીગી જમાત બાદ ગાયબ થઈ ગયેલા મૌલાનાનો વધુ એક નવો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. તબલીગી જમાતના લોકોને ‘મરવા માટે મસ્જિદ કરતા વધારે પવિત્ર જગ્યા અન્ય કોઈ નથી’નો પાઠ ભણાવનાર મૌલાના સાદ હવે પોતે જ કોરોના વાયરસથી ડરી ગયા છે. જેમાં તેઓ પોતાના જમાતીઓને સંદેશ આપી રહ્યા છે કે હું અત્યારે તાજેતરમાં હું દિલ્હીમાં ડોક્ટરની સલાહ મુજબ ક્વોરન્ટાઈનમાં છું.
વાયરલ થઈ રહેલા ઓડિયોમાં તેઓ તબલીગી જમાતના લોકોને સમજાવી રહ્યા છે કે ડોક્ટર પાસે જવું તે શરયિતની વિરુદ્ધનું કૃત્ય નથી. તેમજ અત્યારે ડોક્ટર્સને સહયોગ આપવામાં જ સમજદારી છે. જ્યારે આ અગાઉ વાયરલ થયેલા તેમના ઓડિયોમાં તેઓ કહી રહ્યા હતા કે એવા ડોક્ટરની જ સલાહ લેવી જોઈએ કે જે ડોક્ટર અલ્હામાં વિશ્વાસ ધરાવતો હોય. મૌલાનાનો આ ઓડિયો દિલ્હી મરકજના યૂટ્યૂબ પેજ પર છે.