દેશ ના PM નરેન્દ્ર મોદી એ દેશવાસીઓ ને આજે સવારે 9 કલાકે શુક્રવારે દેશવાસીઓ સાથે એક મેસેજ શેર કરી કોરોના સ્થિતિ માં લોકો ના અદભુત સહયોગ માટે પ્રશંસા કરી હતી
પીએમ મોદીએ જણાવ્યું કે, 5 એપ્રિલે રવિવારે સૌ દેશવાસીઓ એ મળીને કોરોનાને પ્રકાશની શક્તિનો અનુભવ કરાવવનો છે. રાતે ઘરની તમામ લાઈટો બંધ કરીને બાલ્કનીમાં ઊભા રહીને નવ મિનિટ સુધી દીવો, મીણબત્તી, અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલું કરવા અપીલ કરી હતી
કોરોના અંગે વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે જનતા કર્ફ્યૂ દુનિયા માટે શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે અને સૌએ જે રીતે અનુશાસન અને સેવાભાવ બન્નેનો પરિચય આપ્યો છે. તે અભૂતપૂર્વ છે. તમે સ્થિતિને સંભાળવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. જે રીતે જનતા કર્ફ્યૂ હોય, થાળી વગાડવાનો કાર્યક્રમ રાખી સૌએ દેશની સામૂહિક શક્તિનો અનુભવ કરાવ્યો છે.દેશ એકજૂથ થઈને કોરોના વિરુદ્ધ લડી શકે છે. હવે લોકડાઉન વખતે દેશની સામૂહિકતા જોવા મળી રહી છે. આજે જ્યારે દેશના કરોડો લોકો ઘરમાં છે ત્યારે કોઈને પણ લાગી શકે છે કે તે એકલો શું કરશે, ઘણા લોકો એવું પણ વિચારી રહ્યા હશે કે આવડી મોટી લડાઈને એકલા કેવી રીતે લડીશું.. હજું કેટલા દિવસો કાપવા પડશે.. આપણે આપણા ઘરોમાં જરૂર છીએ પણ આપણામાંથી કોઈ એકલું નથી. 130 કરોડના દેશવાસીઓની સામૂહિક શક્તિ દરેક વ્યક્તી સાથે છે.
વડાપ્રધાને કહ્યું કે, કોરોના વિરુદ્ધ જાગૃતતા અભિયાનમાં આપણે એકલા નથી સૌ એકજુથ અને એકસાથે છીએ.મોદીજી ના આ સંબોધન સાંભળવા માટે લોકો સવારે 9 કલાકે ટીવી સામે ગોઠવાઈ ગયા હતા.
