વિશ્વબેંકે ભારતને કોરોના વાઈરસ સામે લડવા માટે એક અરબ ડૉલરની આર્થિક સહાય આપવાને મંજૂરી આપી દીધી છે. વિશ્વબેંકની મદદ યોજનાઓના 1.9 બિલિયન ડૉલરના પહેલા સેટમાં 25 દેશોની મદદ કરવામાં આવશે અને 40થી વધુ દેશોમાં તાત્કાલીક નવા અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે.
ઈમરજન્સી આર્થિક મદદનો સૌથી મોટો ભાગ ભારતને આપવામાં આવશે. જે એક અબજ ડૉલરનો છે. વિશ્વબેંકના કાર્યકારી ડિરેક્ટરોના મંડળે વિશ્વભરના વિકાસશીલ દેશો માટે ઈમરજન્સી મદદના પ્રથમ સેટને મંજૂરી આપી. જે બાદ વર્લ્ડબેંકે જણાવ્યું કે, ભારતમાં એક અબજ ડૉલરની ઈમરજન્સી આર્થિક સહાય શ્રેષ્ઠ સ્ક્રીનિંગ, પ્રયોગશાળા અને પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ ખરીદવા તથા નવા આઈસોલેશન વોર્ડ બનાવવામાં મદદ મળશે.
દક્ષિણ એશિયામાં વિશ્વબેંકે પાકિસ્તાન માટે 20 કરોડ ડૉલર, અફઘાનિસ્તાન માટે 10 કરોડ ડૉલર, માલદીવ માટે 73 લાખ ડૉલર અને શ્રીલંકા માટે 12.86 કરોડ ડૉલરની સહાયતાને મંજૂરી આપી દીધી છે.