જનતા કરફ્યૂ પ્રસંગે પીએમે થાળી-તાળી વગાડવા કહ્યું હતું. હવે લોકોનું મનોબળ વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રવિવારે દીવો સળગાવવાની અપીલ કરી છે. આ પહેલા આ વચ્ચે પીએમ મોદીની જાહેરાત પર છત્તીસગઢ કોંગ્રેસ તરફથી ટ્વીટ કરી કટાક્ષ કરવામાં આવ્યો છે.
છત્તીસગઢ કોંગ્રેસ તરફથી લખવામાં આવ્યુ, ‘જલી કો આગ કહતે હૈં, બુઝી કો રાખ કહતે હૈં, જો મહામારી કો ભી મહોત્વ બના દે… ઉસે નરેન્દ્ર દામોદર દાસ કહતે હૈં.’ મહત્વપૂર્ણ છે કે જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિન્હાની ફિલ્મ વિશ્વનાથનો ડાયલોગ છે, જેને છત્તીસગઢ કોંગ્રેસે વર્તમાન પરિસ્થિતિના હિસાબથી બદલી દીધો છે. જો કોંગ્રેસની વાત કરીએ તો પાર્ટી તરફથી વાત કરીએ તો પાર્ટી તરફથી અને સતત મોટા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ સંબોધન પર સવાલ ઉઠાવી રહ્યા છે અને નિશાન સાધી રહ્યા છે.
રાજદ નેતા તેજ પ્રતાપ યાદવે પણ દીવો સળગાવવાને લઇને ટ્વીટ કર્યુ અને લોકોને કહ્યું કે તે લાલટેન પણ સળગાવી શકે છે. લાલટેન RJDનો ચૂંટણી નિશાન છે. જેની પર સુશીલ મોદી તરફથી જવાબ આપવામાં આવ્યો છે.
સુશીલ મોદીએ ટ્વિટર પર લખ્યુ, ‘હવે લાલટેનનો જમાનો જતો રહ્યો, ગામમાં પણ ઘરે ઘરે વિજળી પહોચી ગઇ છે. દીવો-મીણબત્તી હિન્દૂ-ઇસાઇ પૂજા માટે ઘરમાં રાખે છે. મોબાઇલ પણ બધાની પાસે છે, માટે PMએ લાલટેનનો ઉલ્લેખ નથી કર્યો, સમજ્યા બબુઆ?’