કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં પણ રસી તૈયાર કરવામાં આવી રહી છે આ વેક્સિનની ખાસ વાત એ છે કે તેને ઇન્જેક્શનની જેમ શરીરમાં લેવું પડશે નહીં, ન તો પોલિયોની જેમ તેના ડ્રોપ પીવા પડશે. તેને બહુ જ અલગ રીતે શરીરની અંદર પહોંચાડવામાં આવશે.
હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક નામની કંપની કોરો ફ્લુ નામની વેક્સિન વિકસિત કરી રહી છે. કોરોના વાયરસના સારવાર માટે બનાવવામાં આવી રહેલી આ વેક્સિન શરીરમાં સિરીઝના બદલે નાકથી આપવામાં આવશે.
આ વેક્સિનનું પૂર્ણ નામ – કોરો ફ્લુ: વન ડ્રોપ કોવિડ- 19 નેસલ વેક્સિન. કંપનીનો દાવો છે કે આ વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે કારણકે આ પહેલા પણ ફ્લુ માટે બનાવવામાં આવેલી દવાઓ સુરક્ષિત હતી.
આ માટે ભારત બાયોટેક કંપનીએ યુનિવર્સીટી ઓફ વિસ્કોસીન – મેડિસિન અને ફ્લુઝેન કંપની સાથે કરાર કર્યો છે. આ ત્રણેય વૈજ્ઞાનિકો મળી આ વેક્સિનને તૈયાર કરી રહ્યા છે
કોરોફ્લુ વિશ્વ વિખ્યાત ફ્લુની દવા M2SR ના બેઝ પર બનાવવામાં આવી રહી છે. આ યોશિહિરો કાવાઓકા અને ગ્રેબિલ ન્યુમેનને સાથે મળી બનાવી હતી. M2SR ઇન્ફ્લૂએન્ઝા બીમારી માટે એક તાકાતવર દવા છે.
આ દવા શરીરમાં જાય ત્યારથી તે તાત્કાલિક શરીરમાં ફ્લુ સામે લડવા માટે એન્ટિબોડી બની જાય છે. આ વખતે યોશિહિરો કાવાઓકાએ M2SR દવાની અંદર કોરોના વાયરસ કોવિડ – 19ના જીન સિક્વન્સ મેળવી દીધી છે.
આ વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ હજુ પણ બાકી છે. કંપની માણસો પર ક્લિનીકલ ટ્રાયલ વર્ષ ૨૦૨૦ ના અંત સુધી શરૂ કરશે. ત્યાં સુધી પરીક્ષણ યુનિવર્સીટી ઓફ વિસ્કોસીન – મેડીસીનની પ્રયોગશાળામાં ચાલતાં રહેશે.