એપ્રિલ મહિનમાં બેન્ક ફક્ત 16 દિવસ જ ખુલી રહેશે જ્યારે 14 દિવસ રજાઓ રહેશે. હકિકતમાં 9 રજાઓ તહેવારની અને અન્યની છે. આ ઉપરાંત હંમેશાની જેમ બીજા અને ચોથા શનિવારે રજા રહેશે. આ રીતે કુલ 14 દિવસ બેન્ક બંધ રહેશે. જણાવી દઈએ કે અત્યારે બેન્કના કામકાજનો સમય સવારે 10 થી બપોરે બે વાગ્યા સુધી નો જ છે. વાસ્તવમાં આ સમય શનિવારના રોજ હોય છે. અત્યારે લોકડાઉનના કારણે બેન્કમાં પચાસ ટકા જ સ્ટાફ કામ કરી રહ્યો છે.ૉ
- 1 એપ્રિલની રજા જતી રહી છે. આ દિવસે બેન્કોની વાર્ષિક ક્લોજિંગ હોય છે. જેના કારણે રજા હોય છે.
- આ ઉપરાંત બીજી એપ્રિલના રોજ રામનવમીની રજા હતી જે પણ જતી રહી છે.
- 6 અપ્રિલે મહાવિર જયંતિના કારણે બંધ રહેશે.
- 10 એપ્રિલ એટલે કે શુક્રવારના રોજ ગૂડ ફ્રાઈડેના કારણે બેન્ક બંધ રહેશે. ત્યાર બાદ શનિવાર અને રવિવારના રોજ રજા રહેશે. એટલે કે બીજા અઠવાડિયામાં માત્ર 4 દિવસ બેન્ક બંધ રહેશે. 6 તારીખે મહાવિર જયંતિ છે.
- 13 એપ્રિલ એટલે કે સોમવારે બિહુ/ બૈસાખી પર્વ હોવાના કારણે બેન્ક બંધ રહેશે. આ રીતે 10 તારીખથી લઈ 13 તારીખ સુધી સતત 4 દિવસ બેન્ક બંધ રહેશે.
- 14 એપ્રિલે આંબેડકર જયંતિ હોવાના કારણે બેન્ક બંધ રહેશે. આ ઉપરાંત તમિલ અને બંગાળી નવવર્ષ પણ આ જ દિવસે મનાવવામાં આવશે.
- 15 એપ્રિલે બોહાગ બિહુ/ હિમાચલ દિવસની રજા રહેશે.
- 20 એપ્રિલે ગરિયા પૂજાના કારણે રજા રહેશે.
- 25 એપ્રિલે પરશુરામ જયંતિની રજા રહેશે. જો કે તે દિવસે ચોથો શનિવાર પણ છે. જેના કારણે સમગ્ર દેશમાં રજા રહેશે.