લોકડાઉનને કારણે હાલ તમામ કંપનીઓ બંધ છે આના સમયે સરકારે કહ્યું છે કે, લોકડાઉનના કારણે કામ બંધ છે તો પણ કોઈપણની સેલરી રોકી શકાય નહીં. પરંતુ કંપનીઓની મુશ્કેલી છે કે, તેઓ સેલરી આપવા માટે પૈસા ક્યાથી લાવશે. કોરોનાવાયરસના વધતા સંક્રમણ અને લોકડાઉનના કારણે પાછલા કેટલાક સમયથી કંપનીઓની આવક જીરો થઇ ગઈ છે.
ઈન્ડસ્ટ્રી સતત તેવું કહી રહી છે કે, તેમને આર્થિક મદદની જરૂરત છે. ઈકોનોમિક ટાઈમ્સ અનુસાર ઈન્ડસ્ટ્રીની જાણકારી રાખનારા લોકોનું કહેવું છે કે, લેબર મિનિસ્ટ્રી એનએમ્પલોયમેન્ટ બેનિફિટ વધારવાની તૈયારીમાં છે. સાથે જ ઈન્ડસ્ટ્રી તે પણ પૂછી રહી છે કે, સરકારે સેલરીને લઇને નિર્દેશ આપ્યા છે, શું તેની પાછળ કોઈ કાનૂની માન્યતા છે? ઉદાહરણ રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ એવી કોઈ જ કાનૂની માન્યતા નથી.
લોકડાઉનના કારણે મજૂરોની અછત થઇ ગઈ છે. એવામાં સરકારનું કહેવું છે કે, કોઈ કામ ચાલી રહ્યું નથી તો પણ મજૂરોનો પગાર રોકવામાં આવે નહીં. કેટલીક પ્રોડક્ટ કેટેગરીમાં લેબરની કમી હોવાના કારણે સપ્લાઇ પણ ડિસ્ટર્બ થઇ ગઈ છે. સરકારના આ નિર્દેશ પર મોટાભાગની કંપનીઓનું કહેવું છે કે, આ સંકટમાં તેમના પર બેવડી માર પડી રહી છે. એક તરફ તેમનું કામ બંધ છે તો બીજી તરફ મજૂરોની સેલરી આપવાનો બોઝો. એવામાં કંપનીઓ એવું પૂછી રહી છે કે, તેમને સેલરી આપવા માટે પૈસા ક્યાથી આવશે.