વડોદરા માં નાગરવાડા વિસ્તારના 54 વર્ષીય વ્યક્તિ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ વ્યક્તિ કોરોના શંકાસ્પદ તરીકે ગઇરોજ બપોરે સયાજી હોસ્પિટલમાં એડમિટ થયાં હતાં જ્યાં તેઓનું ટેસ્ટિંગ માટે સેમ્પલ લેવામાં આવ્યા બાદ આજે વહેલી સવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે નાગરવાડા વિસ્તારના 54 વર્ષીય ફિરોઝ ખાન પઠાણ હરીયાણા તબલીક જમાતમાં ગયા હોવાની વિગતો પ્રકાશ માં આવી છે હાલ નાગરવાડા વિસ્તારમાં પોલીસ કાફલો તૈનાત કરાયો છે. કોરોના ના પોજીટીવ ફિરોજ ભાઈ પત્ની અને બે બાળકોને આજવા રોડ ખાતે ક્વોરન્ટીન કરાયા છે. આ નવા કેસ સાથે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ ની સંખ્યા વધીને દસ થઈ છે. આ નવા કેસના દર્દી હૃદય ની બીમારી અને હાઇપર ટેન્શન થી પણ પીડિત હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
