વડોદરા શહેર ના નાગરવાડા વિસ્તાર રેડઝોન કરી સીલ કરી દેવામાં આવ્યો છે કેમકે અહીંની સયાજી હોસ્પિટલમાં અન્ન સેવાઆપવાનું કામ કરતા ફિરોઝ ખાન પઠાણ નો રિપોર્ટ પોઝીટીવ આવતા દોડધામ મચી ગઇ છે અને અન્નસેવા તાત્કાલિક બંધ કરવામાં આવી છે તેમજ અન્ય છોટાઉદેપુરના બોડેલીના 60 વર્ષીય વ્યક્તિ નો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે આ કાકા દીલ્હી જમાતમાં જઈ ને પરત આવતા આ રોગ લઈ આવ્યા હોવાની વાત સામે આવી છે. ત્યારબાદ આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લઈને વડોદરામાં પહેલીવારમચ્છી પીઠ અને નાગરવાડા વિસ્તારને માસ ક્વોરન્ટીન કરાયા છે અને પોલીસ ગોઠવી દેવામાં આવી છે.
અન્ન સેવા કરતા નાગરવાડાના ફિરોઝખાન પઠાણનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર માં ચિંતા પ્રસરીછે. આરોગ્ય મંત્રાલય સાથે વીડિયો કોન્ફરન્સ બાદ અન્ન સેવા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નાગરવાડા આખો વિસ્તાર સીલ કરી લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. વ ડો.વિનોદ રાવ, કમિશનર નલિન ઉપાધ્યાય અને ઉચ્ચ અધિકારીઓએ નાગરવાડા વિસ્તારની મુલાકાત લીધી હતી. હાલ તબલિઘીઓ પર નજર રાખવામાં આવી રહી છે. તમામ દર્દીઓને ગોત્રી હોસ્પિટલમાં રાખવાનો પણ નિર્ણય લેવાયો છે.
આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લઈને વડોદરામાં પહેલીવાર મચ્છી પીઠ અને નાગરવાડા વિસ્તારને માસ ક્વોરન્ટીન કરાયા છે. બંને વિસ્તારમાં બેરિકેટ મૂકી વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. સાથે જ પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. લોકડાઉનમાં સેવા આપતી સંસ્થા અને સેવાભાવિઓને લઈ ગુજરાત સરકારના સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, રાહત માટેના કોઈ પણ કામ માટે કોઈ પણ સામાજિક સંસ્થાઓને છૂટ આપવામાં આવશે નહીં. કોઈ પણ સેવાભાવિઓને કોઈ પણ સેવા કરવી હોય તો મુખ્યમંત્રી રાહત ફંડ અને પી.એમ કેર ફંડમાં યોગદાન આપવા વિનંતી કરવામાં આવી છે અને લોકડાઉન નો ભંગ કરનાર સામે બિન જામીન પત્ર ગુનો દાખલ કરવામાં આવશે.તેમ જણાવાયું છે વડોદરા માં હાલ ની સ્થિતિ જોતા હવે પછીના તબક્કા માં સ્થિતિ વકરે તેવી શક્યતાઓ વચ્ચે તંત્રવાહકો કેવા પગલાં ભરવા તે અંગે એક્શન પ્લાન કરી રહ્યા છે.
